રિષભ પંતે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂને લઈ ખોલ્યું રહસ્ય, જણાવી આ મોટી વાત, જાણો વિગત
ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કરનારા 291માં ક્રિકેટર પંતનું કહેવું છે કે ભારતની એ ટીમ સાથે ઈંગ્લેન્ડ પ્રવાસમાં તેને ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કરવાની સાથે સ્પીડ અને સ્વિંગ થતા બોલ સામે સારા પ્રદર્શનમાં પણ મદદ મળી.
મેં શૂન્યથી શરૂઆત કરી હતી પરંતુ જ્યારે તમે આકરી મહેનત સાથે તમારા લક્ષ્ય તરફ આગળ વધો છો તો તેને હાંસલ કરી લો છે. હું રાહુલ દ્રવિડ સર અને મારા બાળપણના કોચ રાહુલ સિન્હાનો પણ આભારી છું. તેમણે મારા જીવનમાં દરેક પગલાં પર મદદ કરી છે તેમ પંતે જણાવ્યું હતું.
ટેસ્ટ ડેબ્યૂ અંગે તેણે કહ્યું, આ સારો મોકો છે. હું આઈપીએલ અને ઘરેલુ ક્રિકેટમાં આ તમામ સાથે રમી ચુક્યો છું પરંતુ દેશ વતી રમવાનો અનુભવ જ કંઈક અલગ છે. ટેસ્ટ ક્રિકેટ રમવું મારું સપનું હતું.
પંતે કહ્યું, ઈંગ્લેન્ડમાં વિકેટકિપિંગ હંમેશા મુશ્કેલ હોય છે. બોલ વિકેટ પાછળ સ્વિંગ થતી હોય છે. હું છેલ્લા અઢી મહિનાથી ઈંગ્લેન્ડમાં ભારત-એ માટે રમી રહ્યો છું. જેનો મને ઘણો ફાયદો મળ્યો છે. હું નેટમાં પણ અભ્યાસ કરી રહ્યો છું,
નવી દિલ્હીઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી 5 મેચની ટેસ્ટ સીરિઝની પ્રથમ બંને મેચ ભારત હારી ગયું હતું. આ બંને મેચમાં વિકેટકિપર બેટ્સમેન દિનેશ કાર્તિકનો દેખાવ પણ કંગાળ રહ્યો હતો. જે બાદ દિનેશ કાર્તિકના સ્થાને યુવા ખેલાડી રિષભ પંતને ટેસ્ટ ડેબ્યૂ કરવાનો મોકો આપવામાં આવ્યો. આ મેચમાં તેણે ન માત્ર પોતાની છાપ છોડી પરંતુ ટીમ ઈન્ડિયાની જીતમાં મહત્વનું યોગદાન પણ આપ્યું.