Australian Open Mens Doubles: ઓસ્ટ્રેલિયન ઓપનના ભારતીય ચાહકો માટે સારા સમાચાર આવી રહ્યા છે. વાસ્તવમાં, ભારતના અનુભવી રોહન બોપન્નાએ તેના સાથીદાર મેટ એબ્ડોન સાથે મળીને મેન્સ ડબલ્સનો ખિતાબ જીત્યો છે. ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઈનલ મેચમાં રોહન બોપન્ના અને મેટ એબ્ડોનની જોડીએ ઈટાલીના સિમોન બોલેલી અને વાવાસોરીને હરાવી હતી.
રોહન બોપન્ના અને મેટ એબ્ડોને સિમોન બોલેલી અને વાવસોરીને 7-6, 7-5થી હરાવ્યા હતા. આ રીતે રોહન બોપન્ના ગ્રાન્ડ સ્લેમ જીતનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બની ગયો છે. રોહન બોપન્ના પહેલા, ગ્રાન્ડ સ્લેમ જીતનાર સૌથી ઉમરલાયક ખેલાડી નેધરલેન્ડના જીન-જુલિયન રોજર હતા. જીન જુલિયન રોજરે 40 વર્ષ અને 9 મહિનાની ઉંમરે ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીત્યો હતો.
ઇટાલીના સિમોન બોલેલી અને વાવસોરીને હરાવ્યા
ફાઈનલ મેચમાં રોહન બોપન્ના અને મેટ એબ્ડોનની જોડીને ઈટાલીના સિમોન બોલેલી અને વાવસોરીની જોડીએ સારી ટક્કર આપી હતી, પરંતુ તેઓ તેમને જીતતા રોકી શક્યા ન હતા. પ્રથમ સેટ ટાઈ બ્રેકરમાં ગયો હતો. બોપન્ના અને એબ્ડોનની જોડીએ ટાઈ બ્રેકરમાં એક પણ ગેમ ગુમાવી ન હતી. આ ફાઇનલ મેચ 1 કલાક અને 39 મિનિટ સુધી ચાલી હતી. પરંતુ આખરે રોહન બોપન્ના અને મેટ એબ્ડોનની જોડીએ ઇટાલીના સિમોન બોલેલી અને વાવસોરીને હરાવીને ટાઇટલ જીત્યું હતું.
આ પહેલા રોહન બોપન્ના અને મેથ્યુ એબ્ડોને સેમી ફાઇનલમાં ટોમસ માખાચ અને ઝાંગ ઝિઝેનને હરાવ્યા હતા. રોહન બોપન્ના અને મેથ્યુ એબ્ડોને ટોમસ માખાચ અને ઝાંગ ઝિઝેનને ત્રણ મેચના સેટમાં 6-6, 3-6 અને 7-6 (10-7) થી હરાવ્યા હતા. રોહન બોપન્ના અને મેથ્યુ એબ્ડેનની જોડી સેમિફાઇનલ જીતીને મેન્સ ડબલ્સમાં વર્લ્ડ નંબર-1 બની હતી.
રોહન ફ્રેન્ચ ઓપન જીતી ચૂક્યો છે
રોહન બોપન્નાએ મિક્સ ડબલ્સ હેઠળ 2017માં ફ્રેન્ચ ઓપન 2017 ડબલ્સ વિજેતા ખિતાબ જીત્યો હતો. પછી બોપન્નાએ ગેબ્રિએલા ડાબ્રોવસ્કીની સાથે મળીને અન્ના-લેના ગ્રૉનેફેલ્ડ અને રોબર્ટ ફરાહને 2-6, 6-2, [12-10]થી હરાવ્યા. બોપન્નાએ ઓસ્ટ્રેલિયન ઓપનના અંત સુધીમાં નંબર 1નું સ્થાન મેળવી લીધું છે. તે જ સમયે, બોપન્નાના સૌથી સફળ ભાગીદારોમાંથી એક, મેથ્યુ એબ્ડેન, મેન્સ ડબલ્સ રેન્કિંગમાં નંબર 2 પર પહોંચવાનું નિશ્ચિત છે. મેથ્યુ એબ્ડેન ઓસ્ટ્રેલિયન ખેલાડી છે.