રોહિત શર્માએ T20માં ધોની-કોહલીને પાછળ છોડ્યા, પોતાના નામે કર્યા આ પાંચ રેકોર્ડ્સ
ટી-20 અંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 50થી વધુ રન બનાવનાર રોહિત શર્મા પ્રથમ ખેલાડી ગયો છે. તેમણે 20 વખત 50 કે તેથી વધુ સ્કોર ટી20માં કર્યો છે. જ્યારે બીજા નંબરે વિરાટ કોહલી(19) અને ત્રીજા નંબરે ન્યૂઝીલેન્ડનો બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલ(16) છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરોહિત શર્માએ મેચ દરમિયાન 29 બોલમાં 4 છગ્ગા અને ત્રણ ચોગ્ગાની મદદથી 50 રન બનાવ્યા હતા. મેચમાં 35 રન બનવતાની સાથે જ આંતરાષ્ટ્રીય ટી20 મેચમાં સર્વાધિક રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. રોહિતે ટી20માં 84 ઇનિગ્સમાં 2288 રન બનાવી માર્ટિન ગુપ્ટિલનો રોકર્ડ તોડી દીધો છે. ન્યૂઝિલેન્ડના ગુપ્ટિલે 74 ઇનિગ્સમાં 2272 રન બનાવી સૌથી આગળ હતા.
નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટી20માં બોલરોના શાનદાર પ્રદર્શન બાદ રોહિત શર્મા અને રિષભ પંતની બેટિંગની કમાલથી ટીમ ઇન્ડિયાએ 7 વિકેટે જીત મેળવી છે. મેચ દરમિયાન હિટમેન રોહિત શર્માએ અડધી સદી નોંધાવતાની સાથે જ ઇતિહાસ રચી દીધો છે. અને પાંચ રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે.
આ સિવાય આ મેચમાં 4 છગ્ગાની સાથે જ ટી20માં 100 છગ્ગા ફટકારનાર પ્રથમ ભારતીય અને દુનિયાનો ત્રીજો બેટ્સમેન બની ગયો છે. રોહિત પહેલા માર્ટિન ગુપ્ટિલ(103) અને ક્રિસ ગેલ(103) આ કારનામું કરી ચુક્યા છે.
રોહિતે ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટી-20માં પોતાની અડધી સદીની ઇનિગમાં ચાર છગ્ગા નોંધાવ્યા હતા. આ ચાર છગ્ગા સાથે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા નોંધાવનાર ભારતીય બેટ્સમેન ગયો છે. રોહિતના નામે હાલમાં 349 છગ્ગા નોંધાયા છે. બીજા અને ત્રીજા નંબરે ક્રમશ: એમએસ ધોની 348 અને સચિન તેંડુલકર 264 છે.
31 વર્ષીય રોહિત શર્માના નામે ટી20માં સર્વાધિક રનનો વિશ્વ રેકોર્ડ નોંધાતાની સાથે જ ભારતે એક અનોખો ઇતિહાસ પણ રચી દીધો છે. હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફૉર્મેટમાં સર્વાધિક રન બનાવનારા ક્રિકેટરોની યાદીમાં ભારતીય ખેલાડીના નામ ટોપ પર છે. ટેસ્ટ અને વનડેમાં સચિન તેંડુલકરના નામે સર્વાધિક રન બનાવવાનો રેકોર્ડ છે. સચિને ટેસ્ટમાં 15921 રન (વર્ષ 1989-2013) અને વનડેમાં 18426 રન (વર્ષ -1989-2012) બનાવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -