ખરેખર, રોહિત શર્મા જ્યારે આઉટ થયો ત્યારે તે પેવેલિયન જઇ રહ્યો હતો, આ સમયે તેને પોતાનું બેટ સ્ટમ્પ પર ફટકાર્યુ અને બેલ્સ નીચે પાડી દીધા હતા. કારણ કે તે એમ્પાયરના નિર્ણયથી નાખુશ હતો.
હૈરી ગર્નીના બૉલ પર એલબીડબલ્યૂ આઉટ થયા બાદ રોહિતે આ હરકત કરી હતી. જેના કારણે આઇપીએલે કાર્યવાહી કરતાં મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન પર મેચ ફીનો 15 ટકા દંડ ફટકારાયો હતો. તેના પર આઇપીએલની આચાર સંહિતાના 2.2ના લેવલ 1 અંતર્ગત આરોપ લગાવવામાં આવ્યો હતો.