વાયરલ વીડિયોમાં રોહિત શર્મા મજાકના મૂડમાં દેખાઇ રહ્યો છે. તે સ્ટેડિયમમાં બેઠેલા વેસ્ટ ઇન્ડિઝના ફેન્સ સાથે હાય-હેલો કર્યા, બાદમાં તેને એક કપલને પોતાની પાસે બોલાવ્યા, આ કપલે રોહિત શર્માના નામની ઇન્ડિયન ટીમની જર્સી પહેરેલી છે.
આ બન્ને રોહિત શર્માના મોટા ફેન્સ હતા, તેમને રોહિતની સાથે કંઇક વાતો કરી અને બાદમાં બન્ને વારાફરથી ડાન્સ કરવા લાગ્યા હતા. કેરેબિયન ફેન્સનો ડાન્સ જોઇને રોહિત પણ ખડખડાટ હસવા લાગ્યો હતો.
વેસ્ટ ઇન્ડિઝ સામેની બન્ને ટેસ્ટ મેચ જીતીને ભારતીય ટીમે સીરીઝ પર કબજો જમાવી દીધો છે. જોકે, રોહિત શર્માને ટેસ્ટમાં મોકો મળ્યો ન હતો. આ જીતની સાથે જ ભારતીય ટીમ આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં 120 પૉઇન્ટ હાંસલ કરીને ટૉપ પર પહોંચી ગઇ છે.