નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ ટેસ્ટમાં શાનદાર જીત મેળવ્યા બાદ ટીમ ઇન્ડિયાએ દેશને દુર્ગાષ્ટમીની ભેટ આપી દીધી. વિરાટ કોહલીએ ટીમના સભ્યોની જબરદસ્ત પ્રસંશા કરી. જોકે આ મેચમાં એક મોટો હીરો રોહિત શર્મા રહ્યો તેને ઓપનિંગ ડેબ્યૂમાં બન્ને ઇનિંગમાં સદીઓ ફટકારીને ટીમને સ્થિરતા આપી હતી.


ભારતીય ટીમે પ્રથમ ટેસ્ટ મેચમાં આફ્રિકાને 203 રને હરાવીને 1-0થી લીડ મેળવી લીધી છે. રોહિત શર્માએ તાબડતોડ બેટિંગ કરતાં પ્રથમ ઇનિંગમાં 176 રન અને બીજી ઇનિંગમાં 127 રન ફટકાર્યા હતા.



32 વર્ષીય રોહિત શર્માએ મેચ બાદ મેન ઓફ ધ મેચનો એવોર્ડ મેળવ્યો, એવોર્ડ બાદ રોહિતે બન્ને ઇનિંગમાં સદીઓ ફટકારવા અંગે મોટો ખુલાસો કર્યો. રોહિતે કહ્યું કે આ મારી નેચરલ રમત છે.



રોહિતે કહ્યું કે, મારી નેચરલ રમત એટેકિંગ છે, અને આ મારી સ્ટાઇલને ખાસ બનાવે છે. હું સતત આ રીતે જ રમવાનો પ્રયાસ કરુ છુ અને હુ નવા બૉલ સાથે ઇનિંગની શરૂઆત કરવામાં ખાસ માનુ છુ. હુ ઘણીવાર નવા બૉલ સાથે નેટ્સમાં પણ પ્રેક્ટિસ કરતો હતો.