નવી દિલ્હીઃ આઇસીસી ટી20 વર્લ્ડકપ ટૂર્નામેન્ટ લગભગ અડધી પુરી થઇ ગઇ છે, ટી20 ક્રિકેટને બેટ્સમેનોની રમત પણ કહેવામાં આવે છે, કેમ કે અહીં બેટ્સમેનોના બેટમાંથી લાંબા લાંબા છગ્ગા અને ચોગ્ગા નીકળે છે. પરંતુ આઇસીસીની ટી20 વર્લ્ડકપ 2021 અડધી પુરી થઇ છતાં કોઇ ખેલાડીઓ છગ્ગા ચોગ્ગાની રમજટ નથી બોલાવી. ગઇકાલે રમાયેલી દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચમાં પહેલીવાર આ ટૂર્નામેન્ટનો લાંબો છગ્ગો જોવા મળ્યો છે. ઇંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન ગણાતા લિયામ લિવિંગસ્ટૉનના બેટમાંથી આ ફટકો નીકળ્યો, જેનો વીડિયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે. 


વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેને જોઇએ તો.... ઇંગ્લેન્ડની ઇનિંગમાં 16મી ઓવરમાં આ ગગનચુંબી છગ્ગો જોવા મળ્યો. સાઉથ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બવુમાએ પોતાના સૌથી વિશ્વાસપાત્ર બૉલર કગિસો રબાડાને બૉલિંગમાં ઉતાર્યો આ દરમિયાન સામે બેટિંગ ક્રિઝ પર ધાકડ બેટ્સમેન લિયામ લિવિંગ્સટૉન રમી રહ્યો હતો. રબાડાએ પહેલો ગુડ લેન્થ પર બૉલ ફેંક્યો અને લિવિંગસ્ટૉને આ બૉલને સ્ટેડિયમની બહાર પહોંચાડી દીધો. ઇંગ્લિશ બેટ્સમેનનો આ છગ્ગો 112  મીટર લાંબો હતો, જે આ  ટી20 વર્લ્ડકપનો સૌથી લાંબો છગ્ગો પણ બન્યો. આ ગગનચુંબી છગ્ગામાં બૉલ 112 મીટર ઉંચે ગયો અને સીધો સ્ટેડિયમની બહાર જઇને પડ્યો હતો. મેચમાં લિયામ લિવિંગસ્ટૉને 17 બૉલ રમ્યા અને 164.71ની સ્ટ્રાઇક રેટથી 28 રનની શાનદાર ઇનિંગ રમી હતી.  



ટી20 વર્લ્ડકપ 201ની સૌથી લાંબા છગ્ગા - 
112 મીટરનો છગ્ગો  - લિયામ લિવિંગસ્ટૉને, સાઉથ આફ્રિકા સામે 
111 મીટરનો છગ્ગો - આંદ્રે રસેલે, ઓસ્ટ્રેલિયા સામે 
103 મીટરનો છગ્ગો - નઝીબુલ્લાહ જાદરાને, સ્કૉટલેન્ડ સામે 


ઉલ્લેખનીય છે કે સુપર 12ના ગૃપ 1માં ઇંગ્લેન્ડની ટીમે પહેલાથી જ સેમિ ફાઇનલની ટિકીટ મેળવી લીધી હતી. જોકે, દક્ષિણ આફ્રિકા સામેની આ મેચમાં ઇંગ્લેન્ડની હાર થઇ હતી.