સચિન તેંડુલકરે કહ્યું, ‘.... તો વિરાટ સાથે મળીને શેમ્પેનની બોટલ ખોલીશ’
વિરાટ કોહલી હાલ ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન છે અને 2008માં પ્રથમ વખત ટીમ ઇન્ડિયામાં સામેલ થયો હતો. ઘણો સમય સાથે ક્રિકેટ રમ્યા બાદ બંને વચ્ચે સારી મિત્રતા થઈ અને પરસ્પર આદર આપે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસચિને વનડેમાં 49 સદી ફટકારી છે. સચિને વનડે કરિયમાં ફટકારેલી સદીનો રેકોર્ડ તોડવો આજે વનડે ક્રિકેટ રમતા દરેક બેટ્સમેનનું સપનું હોય છે.
સચિનને ક્રિકેટનો ભગવાન પણ કહેવાય છે. ક્રિકેટના આ ભગવાનના નામે એક એવો રેકોર્ડ છે, જે તે વિરાટ કોહલીના હાથે તૂટતો જોવા માંગે છે. આ ખુલાસો ખુદ સચિને મુંબઈમાં સોમવારે એક બુક લોન્ચના અવસર પર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે કોહલી 2014માં ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેણે સચિન પાસેથી મદદ માંગી હતી. જે બાદ સચિને તેનું મનોબળ વધાર્યું હતું અને થોડા મહિના પછી ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં તેણે ચાર સદી ફટકારી હતી.
બોરિયા મજૂમદારની બુક ‘ઇલેવન ગોડ્સ એન્ડ એ બિલિયન ઈન્ડિયન્સ’ના લોન્ચ અવસરે ઉપસ્થિત સચિને કહ્યું કે, જો વિરાટ વનડેમાં મારી સેન્ચુરીનો રેકોર્ડ તોડશે તો હું તેને શેમ્પેનની બોટલ ગિફ્ટ કરીશ. હાલ કોલીએ વનડે કરિયમાં 35 સદી ફટકારી છે અને સચિનનો રેકોર્ડ તોડવા તેણે 15 સદીની જરૂર છે.
થોડા દિવસો પહેલા કોહલીએ પણ કહ્યું હતું કે, ‘તે તેના કરિયર પર સચિન તેંડુલકરનો પ્રભાવ સમજે છે. મારા કરિયરમાં નજીકના લોકો ઘણા ઓછા છે. જ્યારે મારા મુશ્કેલ સમયમાં કોઈ વ્યક્તિ મારી સાથે ઊભો હશે તો હું હંમેશા તેને મહત્વ આપીશ અને આમ કરતો રહીશ. તેમની જે અસર મારી જિંદગીમાં વધી રહી છે હું તેનું મહત્વ સમજું છું. જ્યારે પિતાતુલ્ય તેંડુલકરનો હાથ તમારા માથા પર પ્રેમથી ફરે ત્યારે તમે ધન્ય થઈ જાવ છો. આજે હું જે કંઈ કરી રહ્યો છું તેમની જ પ્રેરણા છે. મારા માટે તો આ સ્વર્ગ સુધી જવાની સીડી છે.’
સદી ફટકાર્યા બાદ સચિનની લાક્ષણિક અદાની ફાઇલ તસવીર,
સચિન તેંડુલકર તેના બાળપણના ખાસ મિત્ર વિનોદ કાંબલી સાથે.
મુંબઈઃ સચિન તેંડુલકરે આજે (24 એપ્રિલ) 45 વર્ષનો થઈ ગયો છે. સચિને તેંડુલકરે ક્રિકેટને અલવિદા કહ્યાને ભલે આજે 5 વર્ષ જેટલો સમય થવા આવ્યો હોય પરંતુ તેમ છતાં તે ક્રિકેટ કે ફેન્સથી દૂર થયો નથી. આજે પણ સચિન જ્યાં જાય છે ત્યાં તેની એક ઝલક મેળવવા લોકો ઉમટી પડે છે. સચિન આજે પણ આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ સાથે મેન્ટર તરીકે જોડાયેલો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -