Video: સચિને 119 વર્ષ જૂની વિન્ટેજ કાર ચલાવી, જાણો શું છે વિશેષતા
abpasmita.in | 29 Jun 2019 04:19 PM (IST)
કારના શોખીન સચિને વેલ્સમાં 119 વર્ષ જૂની વિન્ટેજ કાર ચલાવી હતી. આ કારને ડ્રાઇવ કરતો વીડિયો તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
લંડનઃ પૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરની કારને લઈ દિવાનગી જગ જાહેર છે. સચિન પાસે અનેક કારનું કલેકશન છે. કારના શોખીન સચિને વેલ્સમાં 119 વર્ષ જૂની વિન્ટેજ કાર ચલાવી હતી. આ કારને ડ્રાઇવ કરતો વીડિયો તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. કારની શું છે ખાસિયત આ કારમાં 1526 સીસીનું ટ્વિન સિલિન્ડર એલ્યુમિનિયમ એન્જિન આપવામાં આવ્યું છે. કારમાં 4 સ્પીડ ટ્રાન્સમિશન પણછે. કારની ટોપ સ્પીડ 28.62 કિલોમીટર પ્રતિ કલાક છે. કારમાં ડ્યૂઅલ ઇગ્નિશન આપવામાં આવ્યું છે. 119 વર્ષ જૂની આ વિન્ટેજ કારમાં ફૂટ ઓપરેટેડ એક્સલરેટર પેડલના સ્થાને હેન્ડ થ્રોટલ આપવામાં આવ્યું છે. વીડિયોમાં સચિનની સાથે એક વ્યક્તિ પણ નજરે પડી રહ્યો છે. જેને માસ્ટર બ્લાસ્ટરને કાર ડ્રાઇવ કરવા અંગે સમજાવી રહ્યો છે. સચિનની સાથે તેની પત્ની અંજલિ પણ હતી. મલાઇકા અરોરાએ બોલીવુડના કયા એક્ટરને પ્રેમનો કર્યો એકરાર, જાણો વિગત વર્લ્ડકપઃ ઈંગ્લેન્ડ સામેની મેચમાં પાકિસ્તાન કરશે ભારતની જીતની પ્રાર્થના, જાણો કારણ સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકા વધારો, ક્યારથી થશે લાગુ, જુઓ વીડિયો