સચિન તેંડુલકરે 10 વર્ષ પહેલા જ પૃથ્વી શો વિશે કરી હતી આ ભવિષ્યવાણી
સચિને એ પણ જણાવ્યું કે, તે દરમિયાન પૃથ્વીને સલાહ પણ આપી હતી. આ પૂર્વ દિગ્ગજને કહ્યું કે, મેં તેને જણાવ્યું કે, તેણે પોતાની ગ્રિપ અથવા સ્ટાન્સ બદલવાની જરૂરત નથી. જો કોઈ કોચ તને આમ કરવાનું કહે તો તેને કહેજે કે મારી સાથે વાત કરે. કોચિંગ સારી વાત છે પરંતુ ખેલાડીઓ પર વધારે પડતા પ્રયોગ કરવા એ સારી વાત નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસચિન તેંડુલકરે પોતાની એપ દ્વારા ફેન્સની સાથે લાઈવ કાર્યક્રમ દરમિયાન કહ્યું, 10 વર્ષ પહેલા મારા એક મિત્રએ મને પૃથ્વીને જોવા માટે કહ્યું હતું. મારા મિત્રએ મને કહ્યું હતું કે, એક વખત પૃથ્વીને જોઈને જણાવ્યું કે તેની રમતમાં ક્યાં ક્યાં સુધારો કરવાની જરૂરત છે. મેં કેટલાક સેશન તેની સાથે વિતાવ્યા અને તેને રમતમાં કેવા સુધારા લાવવા તે વિશે જણાવ્યું. બાદમાં મેં મારા મિત્રને કહ્યું હતું કે, આ બાળક એક દિવસ ભારત માટે રમશે.
જ્યારે પૃથ્વી શો 8 વર્ષના હતા ત્યારે એક નાની ટૂર્નામેન્ટમાં તે રમવા ઉતર્યો હતો, સચિન તેંડુલકરે જ્યારે આ બાળકને ત્યાં રમતો જોયો ત્યારે જ તે સમજી ગયા હતા કે આ ખેલાડી આગળ જશે. સચિને તે જ સમયે ભવિષ્યવાણી કરી હતી કે આ બેટ્સમેન એક દિવસ ભારત માટે રમશે. સચિનને પોતાની APP '100 MB'માં તેનો ખુલાસો કર્યો છે.
નવી દિલ્હીઃ બીસીસીઆઈ ઇંગ્લેન્ડ વિરદ્ધ રમાનાર ચોથા અને પાંચમાં ટેસ્ટ માટે અંડર-19 ક્રિકેટ ટીમના કેપ્ટન પૃથ્વી શોને સામેલ કરવામાં આવ્યા છે. પ્રથ્વી શો અને હનુમાન વિહારીને મુરલી વિજય અને કુલદીપ યાદવની જગ્યાએ ટીમમાં સમાવવામાં આવ્યા છે. પૃથ્વી શોને ભારતીય ટીમમાં એન્ટ્રી પર ફેન્સે ખુશી વ્યક્ત કરી છે પરંતુ શું તને ખબર છે કે પૂર્વ દિગગજ ક્રિકેટર સચિન તેંડુલકરે તેની ભવિષ્યવાણી 10 વર્ષ પહેલા જ કરી દીધી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -