સચીને કરી ભવિષ્યવાણી, આ ટીમને ગણાવી વર્લ્ડકપની પ્રબળ દાવેદાર, જાણો વિગતે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોંધનીય છે કે, ટીમ ઇન્ડિયા હાલમાં વિદેશની ધરતી પર જીત મેળવી ચૂકી છે. પહેલા સાઉથ આફ્રિકા, બાદમાં ઓસ્ટ્રેલિયા અને હવે ન્યૂઝીલેન્ડને તેમની જ ધરતી પર જઇને હરાવ્યા બાદ ટીમ ઇન્ડિયા ટૉપ પર છે. જોકે ઇંગ્લેન્ડમાં ટીમ ઇન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો.
નવી દિલ્હીઃ ક્રિકેટના ભગવાન અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન ફટકારા ખેલાડી સચીન તેંદુલકર હવે વર્લ્ડકપને લઇને મોટી ભવિષ્યવાણી કરી છે. સચીને કોલકત્તામાં જણાવ્યું કે કઇ ટીમ 2019નો વર્લ્ડકપ જીતી શકે છે.
પીટીઆઇ સાથે વાત કરતાં માસ્ટર બ્લાસ્ટર સચીન તેંદુલકરે કહ્યું કે, ક્રિકેટ વર્લ્ડકપ 2019 ભારતીય ટીમ જીતશે. સચીને કહ્યું કે, અમારી ટીમ ઇન્ડિયા વિશ્વ સૌથી સંતુલિત ટીમ છે અને ગમે તે દેશમાં ગમે તે પીચ પર રમી શકે છે. હું ગર્વથી કહુ છું કે ભારતીય ટીમ વર્લ્ડકપની પ્રબળ દાવેદાર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -