✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ફ્લાઈટમાં ફેન્સથી બચવા માટે આ ભારતીય ક્રિકેટરે અપનાવ્યો આવો નુસખો, પત્નીએ વીડિયો કર્યો શેર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  15 Nov 2017 07:14 AM (IST)
ફ્લાઈટમાં ફેન્સથી બચવા માટે આ ભારતીય ક્રિકેટરે અપનાવ્યો આવો નુસખો, પત્નીએ વીડિયો કર્યો શેર
1

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના કોરડો ફેન્સ છે, જે તેના વિશે બધુ જ જાણવા માગતા હોય છે. આ ફેન્સ ધોનીને મળવા માગતા હોય છે અને તેને જોતા જ તેની સાથે તસવીર ખેંચવા માગે છે. એવામાં ધોની માટે સામાન્ય લોકોની જેમ પ્રવાસ કરવો એટલું સરળ નથી હોતું. તેને કોઈપણ જગ્યાએ જોઈને તેના ફેન્સની ભીડ લાગી જાય છે. એવામાં ધોનીએ ફેન્સથી બચવા માટે નવી નવી રીત અપનાવતા હોય છે.

2

ઉલ્લેખનીય છે કે, ધોની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે અને અત્યારે ભારતીય ટીમ શ્રીલંકા સામે ટેસ્ટ શ્રેણી રમી રહી હોવાથી ધોની પાસે ફેમિલી સાથે પસાર કરવા ટાઈમ છે. ધોની વન-ડે અને ત્યારબાદ ટી-20 સીરીઝમાં મેદાન પર દેખાશે.

3

આમ તો ધોનીના કરોડો ચાહકો છે. ફેન્સ જ્યારે તેને જુએ છે ત્યારે તેની સાથે ફોટો ખેંચાવા અને ઓટોગ્રાફ લેવા તૂટી પડે છે, જેને કાણે ઘણીવાર ધોનીને તકલીફનો સામનો કરવો પડે છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, ધોની પોતાની ફેમિલી સાથે ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યો છે. ફેન્સથી બચવા માટે તે બ્લેન્કેટથી પોતાને ઢાંકી રહ્યો છે. આ દરમિયાન ઘણા લોકો તેને જોતા-જોતા પસાર થઈ રહ્યાં છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ફ્લાઈટમાં ફેન્સથી બચવા માટે આ ભારતીય ક્રિકેટરે અપનાવ્યો આવો નુસખો, પત્નીએ વીડિયો કર્યો શેર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.