સાનિયા મિર્ઝાએ પ્રથમ વખત દેખાડ્યો બેબી બમ્પ, જુઓ તસવીરો
નવી દિલ્હીઃ સાનિયા મિર્ઝાએ તેની પ્રેગનેન્સીના સમાચાર સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને આપ્યા હતા. માત્ર એટલું જ નહીં તેના પતિ અને ક્રિકેટર શોએબ મલિકે પણ ફેન્સને #MirzaMalik લખીને પપ્પા બનવાના સમાચાર આપ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાનિયા મિર્ઝા તેની બહેન સાથે.
આજે કંઈક આવી જ રીતે સાનિયા મિર્ઝાએ પ્રથમ વખત બેબી બમ્પ દેખાડ્યો હતો. સાનિયાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક્સરસાઇઝ સ્ટોરી શેર કરી હતી. અહીં તે પ્રથમ વખત પ્રેગનેન્સી વર્કઆઉટ કરતી જોવા મળી રહી છે.
સાનિયા મિર્ઝાએ વર્ષ 2010માં પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે નિકાહ કર્યા હતા. એક પાકિસ્તાની સાથે લગ્ન કર્યા બાદ અનેક લોકોએ તેની ટિકા કરી હતી, પરંતુ તેમણે ક્યારેય લોકોની પરવાહ કરી નહોતી.
સાનિયા મિર્ઝાએ થોડા મહિના પહેલા ગોવા ફેસ્ટ 2018માં લૈંગિક પક્ષપાત પર એક ચર્ચામાં કહ્યું હતું કે, હું તમને એક રહસ્ય જણાવું છું. મારા પતિ અને મેં નક્કી કર્યું છે કે જ્યારે પણ અમારે બાળક થશે ત્યારે તેની સરનેમ મિર્ઝા મલિક હશે. તે પણ એક પુત્રી ઇચ્છે છે.
સાનિયા મિર્ઝાએ તેની પ્રેગનન્સીના અહેવાલ એપ્રિલ મહિનામાં ઇન્સ્ટાગ્રામ પર અનોખા અંદાજમાં શેર કર્યા હતો. તેણે એક ફોટો શેર કર્યો હતો. જેમાં ત્રણ ટીશર્ટ હતા. એક ટી શર્ટ ભાવિ બાળકનું હતું. જેમાં મિર્ઝા-મલિક લખેલું છે. આ ફોટોમાં એક દૂધની બોટલ પણ છે. ફોટોનું કેપ્શન છે #BabyMirzaMalik.
આ તસવીર પોસ્ટ કર્યા બાદ તેણે લખ્યું કે, Trying To Keep Fit During Pregnancy. આ સમયે તેની સાથે નાની બહેન અનમ મિર્ઝા પણ સાથે હતી. અનમે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બહેન સોનિયાની તસવીર પોસ્ટ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -