સાનિયા મિર્ઝાની બહેન અનમ કયા ભૂતપૂર્વ ક્રિકેટરના પુત્ર સાથે લગ્નના ફેરા ફરશે? નામ જાણીને ચોંકી જશો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 11 Dec 2019 01:46 PM (IST)
9 ડિસેમ્બરે અનમની મહેંદી સેરેમની યોજાઈ હતી આ પ્રસંગની તસવીરો અનમ અને સાનિયાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી હતી.
મુંબઈ: ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાના ઘરે હાલ ખુશીનો માહોલ છવાયેલો છે. સાનિયા મિર્ઝાની નાની બહેન અનમ મિર્ઝા ફરી એકવાર લગ્ન કરી રહી છે. 9 ડિસેમ્બરે અનમની મહેંદી સેરેમની યોજાઈ હતી આ પ્રસંગની તસવીરો અનમ અને સાનિયાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી હતી. મહેંદી સેરેમનીમાં અનમે ગ્રીન અને બ્લૂ રંગનો ફ્લોરલ લહેંગો પહેર્યો હતો. મહેંદી સેરેમનીમાં અનમ ખૂબસૂરત જોવા મળી હતી. સાનિયાએ બહેનની મહેંદી સેરેમની માટે બ્લેક અને ઓરેન્જ રંગના એમ્બ્રોડરીવાળા સ્કર્ટ પહેર્યો હતો. આ સાથે જ સાનિયાએ હેવી નેકપીસ અને ઈયરિંગ્સ પહેરી હતી. મહેંદી સેરેમની પહેલા અનમની સ્પિન્સ્ટર પાર્ટી યોજાઈ હતી. જેમાં તે પોતાની મિત્રો સાથે ખૂબ જ મસ્તી કરતી જોવા મળી હતી. અનમ અને સાનિયા બંને આ તસવીરોમાં ખૂબસૂરત લાગતા હતા. ઉલ્લેખનીય છે કે, અનમ પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝરૂદ્દીનના પુત્ર અસદ સાથે લગ્નગ્રંથીથી જોડાશે. આ પહેલા અનમે બિઝનેસમેન બોયફ્રેન્ડ અકબર રાશીદ સાથે લગ્ન કર્યાં હતા. કપલે લગ્નના બે વર્ષ બાદ 2018માં છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો હતો. અનમ ઉપરાંત અસદે પણ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પીઠી સેરેમનીની તસવીરો શેર કરી છે. જેમાં તે પોતાના ભાઈ-બહેનો સાથે જોવા મળ્યો હતો.