✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ વ્યક્તિને કારણે વિરાટ કોહલી કરે છે તાબડતોડ બેટિંગ, ખુદ કોહલીએ કર્યો ખુલાસો, જાણો કોણ છે તે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 Jun 2017 07:45 AM (IST)
1

કર્ણાટકના રહેવાસી રઘુ ક્રિકેટર બનવાનું સપનું લઈને મુંબઈ આવ્યા હતા. પરંતુ તેમને ત્યાં ક્લબ તરફથી રમતા વધારે સફળતા મળી નહીં. રઘુ પછા ઘરે પરત ફર્યા હા. ત્યાં તેમણે એક ઇન્સ્ટિટ્યૂટ સાથે ખુદને જોડ્યા. બાદમાં તે રણજી ટીમના થ્રો ડાઉન અસિસ્ટન્ડ બની ગયા. ત્યાંથી તેમની કિસ્મત બદલી, 2008માં એનસીએ (નેશનલ ક્રિકેટ એકેડમી)માં નોકરી મળી ગઈ. ત્યાર બાદ તે ટીમ ઇન્ડિયા સાથે જોડાઈ ગયા.

2

ઉલ્લેખનીય છે કે, રઘુ નામથી ઓળખાતી વ્યક્તિ રાઘવીન્દ્ર છે. રઘુ ભારતીય ટીમની સાથે એક ખાસ ઉદ્દેશથી જોડાયેલ છે. તે પ્રેક્ટિસ દરમિયાન થ્રો-ડાઉન (નેટ્સ પર બેટ્સમેનને બોલિંગ કરવાનું)ની જવાબદારી નિભાવે છે. રઘુ કલાકો સુધી બોલિંગ કરીને ટીમ ઇન્ડિયાના બેટ્સમેનોને પ્રેક્ટિસ કરાવે છે. વિરાટ કોહલી ઉપરાંત તે સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડ જેવા દિગ્ગજો માટે પણ નેટ્સ પર બોલિંગ કરી ચૂક્યા છે.

3

28 વર્ષીય વિરાટે સંજય બાંગર અને રઘુનું નામ લેતા કહ્યું કે, એક બેટ્સમેનની સફળતાને કારણે પડદા પાછળ કામ કરનારાઓને વધારે મહત્વ નથી મળતું. પરંતુ મારું માનવું છે કે, ખાસ કરીને રઘુએ મને 140 કિમીની ગતિ પર બોલ ફેંકીને પ્રેક્ટિસ કરાવીને મારી બેટિંગને વધારે મજબૂત બનાવી છે. સંજય બાગંર ટીમ ઇન્ડિયાના બેટિંગ કોચ છે. પરંતુ રઘુ વિશે ભાગ્યે જ કોઈ જાણતું હશે.

4

બર્મિંઘમઃ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કહોલી માત્ર પોતાની કેપ્ટનસીથી જ નહીં પરંતુ બોતાની બેટિંગ દ્વારા પણ સતત ઉપલબ્ધીઓ મેળવી રહ્યા છે. તેમણે ખુદ સ્વીકાર્યું છે કે, તેમની બેટિંગમાં પાછલા એક-બે વર્ષમાં ઘણો જ સુધારો જોવા મળ્યો છે. ગુરુવારે ચેમ્પિયન્સ ટ્રોફીમાં સેમીફાઈનલમાં જીત મેળવ્યા બાદ પ્રેસ કોન્ફરન્સમાં દરમિયાન તેમણે કહ્યું કે, જો વિતેલા એક બે વર્ષમાં મારી બેટિંગમાં જો મજબૂતી જોવા મળી હોય તો તેમાં બે લોકોમો મોટો હાથ છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • આ વ્યક્તિને કારણે વિરાટ કોહલી કરે છે તાબડતોડ બેટિંગ, ખુદ કોહલીએ કર્યો ખુલાસો, જાણો કોણ છે તે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.