નવી દિલ્હીઃ ભારતીય ટીમ વર્લ્ડકપમાં સતત બે મેચો જીતીને જોશમાં છે, ભારતની આ જીતને લઇને પાડોશી પાકિસ્તાની ટીમ ગમમાં આવી ગઇ છે. પાકિસ્તાનની ટીમના કેપ્ટન સરફરાજ અહેમદને આ જીતથી મરચુ લાગ્યુ છે, તેમને કહ્યું છે કે ભારતને વર્લ્ડકપમાં મરજી મુજબની પીચ મળી રહી છે.



ટૉન્ટનમાં છપનારા એક જંગ ન્યૂઝપેપર અનુસાર પાકિસ્તાનના કેપ્ટન આ વાતથી નાખુશ છે કે પાકિસ્તાનની ગ્રીન પીચ આપવામાં આવી રહી છે, તેમને કહેવુ છે કે ભારતને વર્લ્ડકપ 2019માં સારી પીચો મળી રહી છે, જે બેટિંગ અને સ્પિનરોને મદદરૂપ સાબિત થાય છે.



સરફરાજના મતે પાકિસ્તાનને વધારે ઉછાળ વાળી પીચો મળી રહી છે, ભારતને બેટિંગ ફ્રેન્ડલી પીચો મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ભારતે સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાને હરાવ્યુ છે, જ્યારે પાકિસ્તાન ચાર મેચોમાથી માત્ર બે જ જીતી શક્યુ છે, એક વરસાદમાં ધોવાઇ ગઇ છે.