પૂણેઃ ઓસ્ટ્રેલિયામાં આ વર્ષે ઓક્ટોબરમાં યોજાનારા વર્લ્ડકપ અગાઉ અનેક ક્રિકેટરો પોતાની પસંદગીની ટીમોની જાહેરાત કરી રહ્યા છે. તાજેતરમાં જ ભારતના પૂર્વ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણે પોતાની ટી-20 વર્લ્ડકપ ટીમની જાહેરાત કરી હતી જેમાં તેણે ધોનીને સ્થાન આપ્યું નહોતું. હવે ન્યૂઝિલેન્ડના પૂર્વ ઓલરાઉન્ડર સ્કોટ સ્ટાયરિસે ટી-20 વર્લ્ડકપ માટે પોતાની ભારતીય ટીમની પસંદગી કરી છે જેમાં ચોંકાવનારા નામ સામેલ છે.
સ્કોટ સ્ટાયરિસે જે ભારતીય ટી-20 ટીમ પસંદ કરી છે તેમાં ધોની, મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમારને સ્થાન આપવામાં આવ્યું નથી. સ્કોટ સ્ટાયરિસે પોતાની ટીમમાં શુભમન ગિલ અને સંજૂ સેમસનને પોતાની ટીમમાં સ્થાન આપ્યું છે.
સ્ટાયરિસે ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમીના સ્થાને દીપક ચહર, નવદીપ સૈનીને સ્થાન આપ્યું છે. જ્યારે ટીમના પ્રમુખ બોલર તરીકે બુમરાહની પસંદગી કરી છે. સ્ટાયરિસની ટીમમાં કુલદીપ યાદવ, યુઝર્વેન્દ્ર ચહલ અને વોશિંગ્ટન સુંદર ત્રણ સ્પીનર છે.
વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાઃ રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, શિખર ધવન, શુભમન ગિલ, સંજૂ સૈમસન, યુઝર્વેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, નવદીપ સૈની અને દીપક ચહર
ન્યૂઝિલેન્ડના આ ખેલાડીએ પસંદ કરી ટી-20 વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાની ટીમ, ધોનીને ન આપ્યું સ્થાન
abpasmita.in
Updated at:
09 Jan 2020 10:14 PM (IST)
હવે ન્યૂઝિલેન્ડના પૂર્વ ઓલરાઉન્ડર સ્કોટ સ્ટાયરિસે ટી-20 વર્લ્ડકપ માટે પોતાની ભારતીય ટીમની પસંદગી કરી છે જેમાં ચોંકાવનારા નામ સામેલ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -