Commonwealth Games 2022: બર્મિંઘમમાં રમાનારી કૉમનવેલ્થ ગેમ્સની શરૂઆથ પહેલા જ ભારતને મોટો ઝટકો લાગ્યો છે. ભારતની સ્ટાર સ્પ્રિન્ટર ધનલક્ષ્મીનો ડૉપ ટેસ્ટ પૉઝિટીવ આવ્યો છે. આવુ થવાના કારણે ભારતીય એથ્લેટિક ટીમના ચાર ગણા 100 મીટર રિલેમાં મેડલ જીતવાની સંભવાના બહુ જ ઓછી થઇ ગઇ છે. ધનલક્ષ્મીએ ગયા વર્ષે દુતી ચંદને 100 મીટર રેસમાં હરાવીને ચર્ચા જગાવી હતી. આ ઉપરાંત ધનલક્ષ્મી ગયા મહિને 200 મીટરમાં હિમા દાસને પણ માત આપી ચૂકી છે. 


સામે આવેલી જાણકારી અનુસાર, ડૉપ ટેસ્ટ માટે ધનલક્ષ્મીનુ સેમ્પલ એઆઇયુએ લીદુ હતુ, ધનલક્ષ્મીના સેમ્પલમાં સ્ટેરૉઇડ મળી આવ્યુ છે. આના કારણે હાલમાં ધનલક્ષ્મીને બેન કરી દેવામાં આવી છે અને તે કૉમનવેલ્થ ગેમ્સમાં ભાગ નહીં લઇ શકે. આ ઉપરાંત ધનલક્ષ્મીના યુગેનમાં ચાલી રહેલી વર્લ્ડ ચેમ્પીયનશીપમા ભાગ લેવા પર રોક લગાવી દેવામા આવી છે.  


આ કેટેગરીમાં પણ લેવાનો હતો ભાગ - 
ધનલક્ષ્મીએ ગયા વર્ષે ભારત તરફથી ટૉક્યો ઓલિમ્પિકમા પણ ભાગ લીધો હતો, 400 મીટરની રિલે રેસમાં ધનલક્ષ્મી હિમા દાસ અને દુતી ચંદની સાથે ટીમમાં સામેલ હતી. ધનલક્ષ્મી ભારત તરફથી કૉમનવેલ્થ ગેમ્સમાં રિલે ઉપરાંત 100 મીટર કેટેગરીમાં પણ ભાગ લેવાની હતી. 


આ પણ વાંચો...... 


Shrawan 2022: આ રાશિની યુવતીઓ માટે શ્રાવણ મહિનો છે વિશેષ, કરી લો આ ઉપાય, પછી જુઓ ચમત્કાર


Horoscope Today 20 July 2022: મિથુન, સિંહ, મકર રાશિએ નુકસાનનો કરવો પડશે સામનો, જાણો આજનું રાશિફળ


Vastu Tips: નવું ઘર ખરીદવાનું વિચારી રહ્યાં છો? તો પહેલા આ બેઝિક વાસ્તુના નિયમો જાણી લેવા હિતાવહ


Home Budget after Revised GST: GSTનો દર વધવાથી ઘરનું બજેટ બગડ્યું, દર મહિને આટલો ખર્ચ વધી જશે, જાણો વિગતે


Gujarat Election 2022 : કોંગ્રેસ વધુ કાર્યકારી પ્રમુખોની કરશે નિમણૂક, હવે કયા કયા સમાજને મળી શકે છે પ્રતિનિધિત્વ?


India Corona Cases Today: ભારતમાં નવા COVID-19 કેસોમાં 32.3 ટકાનો ઉછાળો, છેલ્લા 24 કલાકમાં 20,557 કેસ