અત્યારના સમયમાં ક્રિકેટ પહેલાં કરતા જેન્ટલ મેન ગેમ તરીકે વિકસી રહી છે. ભૂતકાળમાં હરીફ ખેલાડીઓ સાથે ક્રિકેટના મેદાનમાં એકબીજા પર સ્લેજિંગ અને એક-બીજા ખેલાડીની ઉશ્કેરણી કરવાની ઘટનાઓ બનતી હતી હવે આવી ઘટનાઓનો અંત આવ્યો હોય તેમ લાગી રહ્યું છે. જો કે, ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન બંને ટીમો ભૂતકાળમાં આવી ઘટનાઓ માટે જાણીતી છે. અત્યારે ભાગ્યે જ એવું જોવા મળે છે, જેમાં એક ટીમના ખેલાડીઓ બીજી ટીમના ખેલાડીઓ સાથે ટકરાય.
હાલમાં જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં લાહોરમાં પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ત્રીજી ટેસ્ટ દરમિયાન ડેવિડ વોર્નર અને પાકિસ્તાનના શાહીન આફ્રિદી વચ્ચે નાનકડી ટક્કર સર્જાઈ હતી. જેના કારણે સોશિયલ મીડિયા પર ઝડપથી મીમ્સ બનાવવામાં આવી રહ્યા છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં શાહીન આફ્રિદી ડેવિડ વોર્નરને બોલિંગ કર્યા બાદ તેની પાસે ઝડપથી જાય છે અને તેની સામે જોઈ રહે છે. જે બાદ બંને ખેલાડીઓ હસતા જોવા મળે છે. આ નાની રમૂજ પર સોશિયલ મીડિયા યુઝર્સ ઘણા મીમ્સ બનાવી રહ્યા છે.
આ ઘટના પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસની છેલ્લી ઓવર દરમિયાન બની હતી. જે દરમિયાન ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નર અને પાકિસ્તાનના શાહીન આફ્રિદી એકબીજાની સામે આવી ગયા હતા. જેની સાથે સોશિયલ મીડિયા પર નેટીઝન્સે આ ક્ષણને વાયરલ મિમ્સમાં ફેરવી દીધી.
ડેવિડ વોર્નર અને શાહીન આફ્રિદી વચ્ચે હાલમાં જોવા મળેલ આ ટક્કર ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગની ત્રીજી ઓવરમાં બની હતી અને તે દિવસનો છેલ્લો બોલ હતો. શાહિનને છેલ્લી ઓવર આપવામાં આવી હતી, વોર્નર ઓવરના છેલ્લા બોલ પર બચાવ કરતો જોવા મળ્યો હતો. જે બાદ શાહીન વોર્નર તરફ ઝડપથી દોડતો જોવા મળ્યો હતો અને વોર્નર પણ થોડો આગળ વધતો જોવા મળ્યો હતો. જે બાદ બંને એકબીજાને જોઈ રહ્યા હતા, ત્યારપછી જ્યારે બંને મળ્યા ત્યારે વોર્નર હસતો જોવા મળ્યો હતો.