આફ્રિદીએ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે તેમણે પોતાના ઘરમાં પત્નીના કારણે ટીવી તોડ્યું હતું કારણ કે તે ભારતીય ટીવી ચેનલ પર આવનાર શો જોયા કરતી હતી. આ દરમિયાન બાળકો પણ જોતા હતા. એક દિવસ તેની દીકરી ટીવી સીરિયલ જોઇને પોતાના હાથમાં થાળી લઇને આરતી કરતા નજરે પડી જેનાથે તેને એટલો ગુસ્સો આવ્યો કે તેણે દીવાલ પર લાગેલું ટીવી જ તોડી નાખ્યું.
આ બાબતને તેણે ખુલ્લેઆમ સ્વીકાર કર્યો હતો. તેના આ નિવેદને તેમાં હાજર ઓડિયન્સે તાળીથી વધાવી લીધુ હતું. આ રીતે જો ભારતમાં લધુમતિ સમાજનું અપમાન કરવામાં આવે તો તોફાન ફાટી જાય છે. જ્યારે પાકિસ્તાની ક્રિકેટરો શરમ નેવે મુકીને હિન્દુ ધર્મનું અપમાન કરતા ખચકાતા નથી. આ ઘટના અલ્પસંખ્યકોને લઇને પાકિસ્તાનના વિચારો દર્શાવે છે.
નોંધનીય છે કે, શાહિદ આફ્રિદીનો આ વીડિયો 2017નો છે, પરંતુ આ વીડિયો હાલ દાનિશ કનેરિયાના મામલા બાદ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. હાલમાં જ પાકિસ્તાનના લૅગ સ્પીનર દાનિશ કનેરિયાએ ખુલાસો કર્યો હતો કે જ્યારે તે પાકિસ્તાનની ટીમમાં હતો, તો કેટલાક ખેલાડી તેની સાથે ભેદભાવ કરતા હતા. કનેરિયાથી પહેલા આ વાત શોએબ અખ્તર એ કહી હતી, ત્યારબાદ તે પોતાની વાતથી ફરી ગયો હતો. પાકિસ્તાનના બીજા અનેક મોટા ક્રિકેટર્સ જેમ કે ઈન્ઝમામ ઉલ હક અને વકાર યૂનિસ એ પણ દાનિશ કનેરિયાના દાવાનો ખોટો કરાર કર્યો હતો.