આ ખેલાડી જ્યારે મારે છે સદી ત્યારે મેચ થઇ જાય છે 'ટાઇ', જાણો વિગતે
દિલચસ્પ વાત એ છે કે, 24 વર્ષના હોપે અત્યાર સુધી બે સદી ફટકારી છે, અને બન્ને વખત મેચ ટાઇ થઇ છે. આ પહેલા નવેમ્બર 2016માં હોપે ઝિમ્બાબ્વે સામે બુલાવાયોમાં 101 રનની શાનદાર ઇનિંગ રમી અને તે મેચ પણ ટાઇ થઇ હતી.
વેસ્ટ ઇન્ડિઝને જીતવા માટે છેલ્લી ઓવરમાં 14 રનની જરૂર હતી, અને છેલ્લા બૉલે 5 રન બાકી હતા ત્યારે હોપે ઉમેશ યાદવની બૉલિંગમાં શાનદાર ચોગ્ગો ફટકારી સ્કૉર લેવલ કરીને મેચ ટાઇ કરાવી દીધી હતી.
જવાબમાં બેટિંગ કરવા ઉતરેલી કેરેબિયન ટીમે છેલ્લા બૉલ સુધી આ મેચ ખેંચી લઇ જઇને અંત ટાઇ કરાવી હતી. આ મેચમાં ખાસ વાત એ છે કે કેરેબિયન બેટ્સમેન શાઇ હોપે જબરદસ્ત બેટિંગ કરતાં 123 રનની અદભૂત ઇનિંગ રમી. કહેવાય છે કે, જ્યારે જ્યારે હોપે સદી ફટકારી છે ત્યારે ત્યારે મેચ ટાઇ થઇ છે.
નવી દિલ્હીઃ ગઇકાલે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાયેલી પાંચ વનડે મેચોની સીરીઝની બીજી મેચ વિશાખાપટ્ટનમમાં રમાઇ, હાઇસ્કૉરિંગ આ મેચમાં પણ ટાઇ થવાનો અદભૂત કિસ્સો બન્યો. ભારત તરફથી વિરાટ કોહલીએ ઝંઝાવાતી બેટિંગ કરતાં 157 અણનમ રન ફટકાર્યા, અને ટીમનો સ્કૉર 321 રન પહોંચાડ્યો હતો.