દિલ્હી કેપિટલ્સના ફાસ્ટ બોલર રબાડાએ આઈપીએલ 2020 માં અત્યાર સુધીમાં સૌથી વધુ વિકેટ ઝડપી છે. પરંતુ મુંબઈ ઈન્ડિયન્સના બોલિંગ કોચ શેન બોન્ડે મુંબઈના ફાસ્ટ બોલરના વખાણ કર્યા છે. શેન બોન્ડે મુંબઈ ઈન્ડિયન્સના બોલર જસપ્રિત બુમરાહન વિશ્વના સૌથી શ્રેષ્ઠ ફાસ્ટ બોલરમાં એક ગણાવ્યો છે.


આ સિઝનમાં રબાડા, જોફ્રા આર્ચર, બુમરાહ,બોલ્ટ, મોહમ્મદ શમી અને લેગ-સ્પિનર યુઝવેન્દ્ર ચહલ સૌથી વધુ વિકેટ ઝડપનારાઓની યાદીમાં સામેલ છે. બોન્ડ 2014 થી બુમરાહ સાથે સંકળાયેલો છે. 2014માં 11 મેચમાં તેણે પાંચ વિકેટ ઝડપી હતી. આ સિઝનમાં બુમરાહ 8 મેચ રમ્યો અને 12 વિકેટ ઝડપી છે.

મુંબઈના બોલિંગ કોચ બોન્ડે કહ્યું, બુમરાહ સાથે કામ કરવું હંમેશાં ગમે છે. છ વર્ષ થયા તેની સાથે કામ કરતા. મને જેસ્પ્રિત બુમરાહે બોલિંગમાં જે રીતે સુધારો કર્યો છે તે ખૂબ ગમ્યું છે. સિરીઝમાં કમબેક કર્યું છે. બોન્ડે મુંબઈ ઈન્ડિયન્સના ટ્વિટર પર પોસ્ટ કરેલી વિડિયોમાં જણાવ્યું હતું.

ચાર વખત આઈપીએલનો ખિતાબ જીતી ચૂકેલી મુંબઈ ઈન્ડિયન્સ આ આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે. કેપ્ટન રોહિત શર્મા ટીમના શાનદાર પ્રદર્શનના કારણે ખૂશ છે. મુંબઈનો ઓપનિંગ બેટ્સમેન ડિ કોક શાનદાર ફોર્મમાં છે.