લંડનઃ આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2019માં રવિવારે રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં શિખર ધવને પોતાની કેરિયરનું 17મુ શતક ફટકાર્યુ. કરોડો ફેન્સે ગબ્બરની સદીને વધાવી લીધી હતી. ગબ્બર હાલમા ફૂલ ફોર્મમાં છે પણ આ બધાની વચ્ચે એક માઠા સમાચાર આવી રહ્યા છે કે ધવન ઇજાગ્રસ્ત થઇ ગયો છે.

ઓસ્ટ્રેલિયા સામે દમદાર 109 બૉલમાં 117 રનની ઇનિંગ રમનારા શિખર ધવનને બેટિંગ દરમિયાન અંગૂઠા પર બૉલ વાગતા ઇજા થઇ હતી, જેના કારણે મેચ દરમિયાન ફિલ્ડીંગમાં પણ ન હતો આવી શક્યો.



ધવનને નાથન કુલ્ટર નાઇલનો એક બૉલ વાગતા હાથના અંગૂઠા પર ઇજા થઇ હતી, જેના કારણે તે ફિલ્ડીંગ ન હતી કરી શક્યો. ફિઝીયો પેટ્રિક ફરહાર્ટે કહ્યું કે, હાલ ઇજા ગંભીર નથી, પણ ફિલ્ડીંગમાં આવવુ શક્ય નથી. આ કારણે ધવનની જગ્યાએ રવિન્દ્ર જાડેજા ફિલ્ડીંગ કરવા મેદાને ઉતર્યો હતો.