મુંબઇઃ ક્રિકેટ વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકાર્યા બાદ ઇજાગ્રસ્ત થયેલો શિખર ધવન ફરીથી મેદાનમાં આવી ગયો છે, જોકે, તે ખરાબ ફોર્મના કારણે ફેન્સના નિશાન ચઢ્યો છે. વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસમાં ટી20 બાદ વનડેમાં પણ ફેઇલ જતાં શિખર ધવન પર ફેન્સે કૉમેન્ટોનો મારો ચલાવીને મજાક ઉડાવવાની શરૂ કરી દીધી હતી.

ધવન ત્રણ ટી20 મેચોમાં 1, 23, 3 રન જ બનાવી શક્યો હતો, જ્યારે વનડેમાં માત્ર 2 રન પર આઉટ થતાં ફેન્સે બરાબરનો ટ્રૉલ કરવાનું શરૂ કરી દીધુ હતુ.