નવી દિલ્હીઃ પોતાની આત્મકથામાં ચોંકાવનારા ખુલાસા કર્યા બાદ વિવાદોમાં ઘેરાયેલ શાહિદ આફ્રીદીના બચાવમાં શોએબ અખ્તર આવ્યો છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન આફ્રીદીએ પોતાના પુસ્તકમાં ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરથી લઈને જાવેદ મિંયાદાદ સુધીના લોકોની ટીકા કરી છે. ત્યાર બાદ મિયાંદાદ અને ઇમરાન ફરહતે આફ્રીદી પર વળતો પ્રહાર પણ કર્યો છે. ત્યારે આફ્રીદીનું પોતાના સાથી પૂર્વ બોલર શોએબ અખ્તરે સમર્થન કર્યું છે.


શાહિદ આફ્રિદીએ પોતાની આત્મકથા ‘ગેમ ચેન્જર’માં લખ્યું છે કે ટીમનાં ઘણા સીનિયર ખેલાડીઓએ તેની સાથે સારો વ્યવહાર નથી કર્યો. શાહિદ આફ્રિદીનાં આ ખુલાસાને હવે શોએબ અખ્તરનું સમર્થન મળ્યું છે.



શોએબ અખ્તરે કહ્યું કે, “મને લાગે છે કે આફ્રિદીએ પોતાના પુસ્તકમાં જે ખરાબ વ્યવહાર વિશે લખ્યું છે તે ઓછું લખ્યું છે. મે આ પ્રકારનું વર્તન મારી આંખોથી જોયું છે અને તેની સાથે સંપૂર્ણ રીતે સહમત છું.” શાહિદ આફ્રિદીએ લખ્યું કે, ‘મિયાંદાદે મેચ બાદ થનારા પુરસ્તાર વિતરણ સમારોહમાં પોતાની પ્રશંસા કરવા કહ્યું હતુ. ત્યારબાદ તેના દિલમાં મિયાંદાદ માટે ઇજ્જત ખત્મ થઈ ગઈ.’ શોએબ અખ્તરે કહ્યું કે, ત્યારબાદ આ 10 ખેલાડીઓએ તેમની બંનેની માફી માંગી હતી.

પોતાના ભૂતકાળનાં અનુભવને જણાવતા શોએબ અખ્તરે કહ્યું કે, “4 ખેલાડી એકવાર તેને મારવા સુધી આવી ગયા હતા. એકવાર ઑસ્ટ્રેલિયાનાં પ્રવાસ દરમિયાન 4 ખેલાડીઓએ મને બેટથી મારવાનો પ્રયત્ન કર્યો હતો.” આ પહેલા ઇમરાન ફરહાતે આફ્રિદી પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા તેને સ્વાર્થી ખેલાડી ગણાવ્યો હતો.