સૌરવ ગાંગુલીએ BCCIના અધ્યક્ષ પદ માટે નામાંકન ભર્યું, ભારતીય ક્રિકેટમાં બદલાવના આપ્યા સંકેત
abpasmita.in | 14 Oct 2019 05:27 PM (IST)
દુનિયાના સૌથી અમીર ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCIના અધ્યક્ષ પદ માટે પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ સૌરવ ગાંગુલીને પોતાનુ નામાંકન ભરી દિધુ છે.
નવી દિલ્હી: દુનિયાના સૌથી અમીર ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCIના અધ્યક્ષ પદ માટે પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ સૌરવ ગાંગુલીને પોતાનુ નામાંકન ભરી દિધુ છે. નવા અધ્યક્ષ પદ માટે 47 વર્ષના ગાંગુલીનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. 23 ઓક્ટોબરના BCCI ના અધ્યક્ષ પદની સાથે અલગ-અલગ પદો માટે નામની જાહેર કરી દેવામાં આવશે. નામાંકન ભર્યા બાદ સૌરવ ગાંગુલીએ કહ્યું તેઓ એ પદ પર હશે જ્યાંથી તેઓ ટીમ અને ક્રિકેટ માટે બદલાવ કરી શકે છે. તેમણે કહ્યું આગામી કેટલાખ મહિનાઓમાં ભારતીય ક્રિકેટમાં સકારાત્મક બદલાવ કરવામાં આવશે. સોમવારે નામાંકન ભર્યા બાદ બીસીસીઆઈના સદસ્ય રાજીવ શુક્લાએ એ વાતની જાણકારી આપી અને સૌરવ ગાંગુલીને અધ્યક્ષ પદનું સમર્થન કર્યું હતુ.