નવી દિલ્હીઃ BCCIના આગામી અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પોતાની નવી જવાબદારીને ખુબ જ પડકારજનક માનતાં કહ્યું છે કે, આ તેમના માટે એક મોટી તક છે. દેશના સફળ પૂર્વ કેપ્ટને કહ્યું કે, આ કાંઈક સારું કરવાની સોનેરી તક છે. કેમ કે, એવા સમયે બોર્ડની કમાન સંભાળવા જઈ રહ્યું છે જ્યારે તેની છબી ખુબ જ ખરાબ થઈ ગઈ છે. ગાંગુલીએ અધ્યક્ષ પદની રેસમાં બ્રિજેશ પટેલને દીધા હાતા અને આ પદ માટે એકલા ઉમેદવાર છે.

પીટીઆઈ સાથે કરેલી વિશેષ વાતચીતમાં તેમણે જણાવ્યું કે, બીસીસીઆઈ અધ્યક્ષ પદના પડકારો અને ભવિષ્ય પર પોતાના વિચાર દર્શાવ્યા. પૂર્વ કેપ્ટને કહ્યું, “તમારે બપોરે 3 વાગ્યા સુધી રાહ જોવી પડશે. નિશ્ચિત રીતે આ સારી લાગણી છે, કારણ કે હું દેશ માટે રમ્યો છું અને કેપ્ટન તરીકે કમાન પણ સંભાળી છે.” બીસીસીઆઈના અધ્યક્ષ તરીકેની પસંદગી અંગે વાત કરીને કહ્યું, “હું એવા સમયે કમાન સંભાળી રહ્યું છું કે જેમાં પાછલા ત્રણ વર્ષથી બોર્ડની સ્થિતિ સારી નથી. બોર્ડની છબી બહુ ખરાબ થઈ છે. મારા માટે અહીં કંઈક સારું કરવાની તક છે.”

ઘરેલુ ક્રિકેટરોને સારી ટ્રેનિંગ પર જોર આપતાં ગાંગુલીએ કહ્યું કે, તેમની પ્રાથમિકતા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટરોની દેખભાળ હશે. આ સાથે તેની ઈચ્છા ભારતીય ક્રિકેટના તમામ પક્ષોને મળીને સારું કામ કરવાની છે. ગાંગુલીએ કહ્યું કે, પહેલાં હું તમામ સાથે વાત કરીશ અને પછી નિર્ણય લઈશ. પણ સૌથી પહેલાં હું ફર્સ્ટ ક્લાસ ક્રિકેટરોની આર્થિક સ્થિતિ દૂરસ્ત કરીશ.

ગાંગુલીએ  આગળ કહ્યું કે, આ પદ માટે મારી પસંદગી થવી એ મોટી વાત છે. આગળ જણાવ્યુ કે, ઇન્ટરનેશનલ ક્રિકેટમાં આ સૌથી મોટી સંસ્થા છે. ભારત ક્રિકેટની મહાશક્તિ છે તો આ પડકાર પણ મોટો રહેશે.

ગાંગુલીને પોતાને પણ નહોતી ખબર કે તે BCCIનો અધ્યક્ષ બનશે. પોતાનો કાર્યકાળ 9 મહિનાનો હશે તેના પર અફસોસ છે? તેના જવાબમાં ગાંગુલીએ કહ્યું, “હા, આજ નિયમ છે અને તેનું જ પાલન કરવાનું છે. જ્યારે હું આવ્યો ત્યારે મને ખબર નહોતી કે હું અધ્યક્ષ બનીશ. પત્રકારોએ મને પૂછ્યું તો મે બ્રિજેશ પટેલનું નામ લીધું. મને પછી સ્થિતિની ખબર પડી. મેં ક્યારેય બીસીસીઆઈની ચૂંટણી નથી લડી તો મને ખબર નથી કે બોર્ડ રૂમનું રાજકારણ શું હોય છે.”