નવી દિલ્હીઃ ભારતીય ટીમ આજથી ટેસ્ટ ચેમ્પિયનશીપની શરૂઆત વેસ્ટ ઇન્ડિઝ સામે ટેસ્ટ મેચ રમીને કરશે. પહેલી ટેસ્ટ પહેલા ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ કહ્યું કે, રોહિત શર્માને ટેસ્ટમાં ઓપનિંગ કરાવવી જોઇએ.


એક મીડિયા સાથેની વાતચીતમાં જ્યારે સૌરવ ગાંગુલીને પુછવામાં આવ્યુ કે ટેસ્ટ ટીમમાં રોહિત કે રહાણે કોને સમાવવો જોઇએ. ગાંગુલીએ જવાબ આપતા કહ્યું કે, રોહિત શર્માને વનડેની જેમ હવે ટેસ્ટમાં પણ ઓપનિંગ કરવાનો મોકો આપવો જોઇએ.



ગાંગુલીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, હાલના ફોર્મને જોઇએ તો રોહિત શર્માને ઓપનિંગમાં મોકો આપવો જોઇએ, જ્યારે રહાણેને મધ્યક્રમની સ્થિરતા માટે ટીમમાં સમાવવો જોઇએ. આ બન્ને ખેલાડીઓ પોતાની જવાબદારી બરાબર અદા કરી શકે છે.



જોકે, ગાંગુલીએ આ વાતે પોતાનો મત હોવાનું કહ્યુ હતુ, ઉલ્લેખનીય છે કે, રોહિત શર્મા વર્લ્ડકપ બાદ ઓપનિંગમાં દમદાર પ્રદર્શનને લઇને સૌની નજરમાં છે, વળી રહાણે ટેસ્ટ ટીમમાં વાઇસ કેપ્ટન છે