નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને હાલના બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ (Sourav Ganguly) ભારતીય ટીમના યુવા ખેલાડીની પ્રસંશા કરી છે, આ યુવા ખેલાડી બીજો કોઇ નહીં પરંતુ ઋષભ પંત (Rishabh Pant) છે. ગાંગુલીએ ઋષભ પંતની પ્રસંશા કરતા એક મોટુ નિવેદન આપ્યુ છે. તેમને કહ્યું કે- પંત એક મેચ વિનર (match winner) છે, અને તેનાથી હું ખુબ પ્રભાવિત છું.


ગાંગુલીએ કહ્યું કે, વિરાટ કોહલી (Virat Kohli) અને રોહિત શર્માની (Rohit Sharma) બેટિંગ જોવી મને ખુબ ગમે છે. પરંતુ જ્યારે પંત બેટિંગ કરતો હોય તો હું વધુ ઉત્સાહિત થાઉં છું. તેને મને સૌથી વધુ પ્રભાવિત કર્યો છે. ગાંગુલીએ કહ્યું કે, હાલની ભારતીય ટીમમાં કેટલાય શાનદાર ખેલાડીઓ છે, મારા માટે બધા જ પસંદગીના ખેલાડીઓ છે, કોહલી અને રોહિતની બેટિંગનો પણ ખુબ આનંદ ઉઠાવુ છે. 




ઋષભ પંત એક મેચ વિનર ખેલાડીઃ ગાંગુલી
પૂર્વ ભારતીય કેપ્ટને (Sourav Ganguly) વધુમાં કહ્યું કે, ઋષભ પંતથી હુ ખુબ પ્રભાવિત થયો છે, કેમકે મને લાગે છે કે તે એક મેચ વિનર ખેલાડી છે. જસપ્રતી બુમરાહ અને મોહમ્મદ શમી પણ શાનદાર ખેલાડી છે, મને શાર્દૂલ ઠાકુર ખુબ ગમે છે કેમકે તે હિંમતવાળો ખેલાડી છે. 


ગાંગુલીએ કહ્યું કે, ભારતમાં ક્રિકેટમાં (Indian team) અપાર પ્રતિભા છે. જ્યારે સુનિલ ગાવસ્કર હતા, તો લોકો વિચારતા હતા કે તેના પછી શું થશે. ત્યારબાદ સચિન તેંદુલકર, રાહુલ દ્વવિડ અને અનિલ કુંબલે આવ્યા, જ્યારે સચિન તેંદુલકર અને રાહુલ દ્વવિડે ક્રિકેટને અલવિદા કહ્યું તો વિરાટ કોહલી, રોહિત શર્મા અને ઋષભ પંત જેવા ખેલાડીઓએ ટીમને સંભાળી. 


ઉલ્લેખનીય છે કે, ભારતીય વિકેટકીપર બેટ્સમેને ઋષભ પંત છેલ્લા કેટલાક સમયથી જોરદાર ફોર્મમાં ચાલી રહ્યો છે, અને કેટલીય વાર તેને મેચ વિનિંગ ઇનિંગ રમીને ટીમ ઇન્ડિયાને હારમાંથી બહાર કાઢી છે. ઋષભ પંતે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરીઝમાં જબરદસ્ત પ્રદર્શન કર્યુ, આ કારણે તેની લિમીટેડ ઓવરોની ક્રિકેટમાં વાપસી થઇ, ઋષભ પંત વનડે અને ટી20માં પણ પોતાનુ ફોર્મ ચાલુ રાખ્યુ હતુ.