ગાંગુલીએ આપી ખાસ સલાહ, કહ્યું- ધોની જો આ રીતે રમશે તો ટીમ ઇન્ડિયાને થશે ફાયદો
ગાંગુલીએ કહ્યું કે, ધોનીને ફોર્મ મેળવવા માટે 2018-19 રણજી ટ્રૉફીની મેચો રમવી જોઇએ. સાથે કહ્યું કે, ધોનીને વેસ્ટ ઇન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી-20માંથી બહાર કરવામાં તેમને કોઇ શૉક લાગ્યો નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંગુલીએ કહ્યું કે, ધોનીને આગામી ટી-20 સીરીઝમાંથી બહાર થતો જોઇને મને કોઇ હેરાની નથી થઇ કેમકે તે સારા ફોર્મમાં નથી. 2020 વર્લ્ડ ટી-20ને જોતા મને નથી લાગતુ કે ધોની ત્યાં સુધી રમશે, અને આ કારણે સિલેક્ટર્સેએ યુવા વિકેટકીપર રીષભ પંતને મોકો આપ્યો છે, જે સારા ફોર્મમાં છે.
નવી દિલ્હીઃ હાલમાં વનડે ક્રિકેટમાં ધોની પોતાના ફોર્મ માટે ઝઝૂમી રહ્યો છે. આ સંઘર્ષને જોતા હવે 2019નો વર્લ્ડકપ રમવો ધોની માટે કપડુ ચઢાણ બની બની શકે છે. આ મામલે હવે પૂર્વ કેપ્ટન ગાંગુલીએ ધોનીને ખાસ સલાહ આપી છે. જે તેની રમત અને ટીમ ઇન્ડિયાને ફાયદો કરાવી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -