આ બેટ્સમેને ફટકારી સૌથી ઝડપી ત્રેવડી સદી, તોડ્યો 96 વર્ષ જૂનો રેકોર્ડ

નવી દિલ્લી: સાઉથ આફ્રિકન બેટ્સમેન માર્કો મારેસે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી ઝડપી ત્રેવડી સદી ફટકારવો વિશ્વ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. 191 બોલમાં ત્રેવડી સદી સાથે તેણે 96 વર્ષ જૂનો રેકોર્ડ તોડી ઈતિહાસ રચી દીધો છે. તેની સાથે માર્કો એવો પ્રથમ બેટ્સમેન બની ગયો છે જેણે 200થી ઓછા બોલમાં ત્રેવડી સદી નોંધાવી હોય.
84 રન પર 4 વિકેટ બાદ બેટિંગ કરવા મેદાનમાં ઉતરેલા માર્કોએ 60 ઓવર બેટિંગ કરી હતી અને 13 છગ્ગા અને 35 ચોક્કા સાથે પોતાની ત્રીજી સદી પૂરી કરી હતી. ધુઆંધાર અંદાજમાં રમતા માર્કોએ 68 બોલમાં પ્રથમ સદી પૂરી કરી હતી. અને બીજી સદી 71 બોલમાં પૂરી કરી હતી. 200 થી 300 રન સુધી પહોંચવા માત્ર 52 બોલ રમ્યો હતો. આ તેના કેરિયરની પ્રથમ ત્રેવડી અને કુલ ચોથી સદી છે. આ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પાંચમી વિકેટ માટે ચોથી સૌથી મોટી ભાગીદારી છે.
સનફ્વોઈલ ત્રણ દિવસીય મેચમાં બોર્ડર તરફથી રમતા માર્કોએ ઈસ્ટર્ન પ્રોવિંસ વિરુદ્ધ આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેના પહેલા સૌથી ઝડપી ત્રેવડી સદી કરવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના ચાર્લ્સ મેક્કાર્ટનેના નામે હતો તેમણે વર્ષ 1921માં 221 બોલમાં ત્રેવડી સદી ફટકારી હતી.