ક્રિકેટમાં વર્લ્ડ રેકોર્ડ: સાઉથ આફ્રિકાના કયા ખેલાડીએ 191 બોલમાં 300 રન ફટકાર્યા, જાણો વિગતે
આ પહેલાં સૌથી ઝડપી ત્રેવડી સદી 1921ના વર્ષમાં ચાર્લી મૈકાર્ટનીએ 221 બોલ પર ફટકાર્યા હતા. તેમણે નોટિંઘમશાયરની સામે ત્રેવડી સદી ફટકારી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતાજેતરમાં 18 નવેમ્બરના રોજ 20 વર્ષના સાઉથ આફ્રિકન બેટ્સમેન શેન ડેડ્સવેલે કમાલ કરી હતી. ડૈડ્સવેલે 50 ઓવરની એક ક્લબ ક્રિકેટ મેચમાં 490 રન ફટકારી દીધા હતા.
મરૈસ અને બ્રેડલે વિલિયમ્સ (113 નોટઆઉટ)એ 428 રનોની ભાગીદારી નોંધાવી હતી. ત્યારબાદ બોર્ડર ટીમની ઇનિંગ્સ જાહેર કરી દીધી. પરંતુ વરસાદના લીધે મેચ ડ્રો ગઈ હતી.
24 વર્ષના મરૈસે દક્ષિણ આફ્રિકાના ત્રણ દિવસની પ્રાંતીય મેચમાં પૂર્વ લંડનમાં બોર્ડરની તરફથી રમતા ઇસ્ટર્ન પ્રોવિંસની સામે 191 બોલમાં 300 રન ફટકારી નોટ આઉટ રમ્યો.
મરૈસે પોતાની તોફાની ઇનિંગ્સમાં 35 ચોગ્ગા અને 13 છગ્ગા ફટકાર્યા હતાં. જે સમયે બેટિંગ કરવા આવ્યો ત્યારે તેમની ટીમ 82 રન પર 4 વિકેટ ગુમાવી ચૂકી હતી.
આ પહેલાં સૌથી ઝડપી ત્રેવડી સદીનો રેકોર્ડ ચાર્લિ મૈકાર્ટનીના નામ પર હતો જે તેમણે વર્ષ 1921માં 221 બોલમાં ફટકારી હતી.
જ્હોનિસબર્ગ: માર્કો મરૈસ પ્રથમ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી ત્રેવડી સદી ફટકારીને એક અઠવાડિયાની અંદર વિશ્વ રેકોર્ડ બનાવનાર સાઉથ આફ્રિકાનો બીજા નંબરનો ખેલાડી બન્યો છે. 24 વર્ષના મરૈસે દક્ષિણ આફ્રિકાના ત્રણ દિવસની પ્રાંતીય મેચમાં પૂર્વ લંડનમાં બોર્ડરની તરફથી રમતા ઇસ્ટર્ન પ્રોવિંસની સામે 191 બોલમાં 300 રન ફટકાર્યા હતા અને નોટ આઉટ રહ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -