નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ક્રિકેટર એબી ડિવિલિયર્સે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. ડિવિલિયર્સ આઇપીએલ 2022માં પણ ભાગ નહીં લે. તેના સન્યાસ પર રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરે ટ્વીટ પણ કર્યુ છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ડિવિલિયર્સ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. જોકે બાદમાં તેને ફરીથી ટીમમાં લાવવા માટે દક્ષિણ આફ્રિકન ક્રિકેટ માર્ક બાઉચર પ્રયાસ કરી રહ્યાં હતા, અને માનવામાં આવી રહ્યું હતુ કે, ડિવિલિયર્સ વર્ષ 2021નો આઇસીસી ટી20 વર્લ્ડકપ રમશે. પરંતુ તે રમ્યો નહીં, હવે તેને તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. 






ડિવિલિયર્સે કહ્યું- આ એક અદભૂત સફર રહ્યો છે, પરંતુ મે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી રિટાયર થવાનો ફેંસલો કર્યો છે. મારા મોટા ભાઇઓ સાથે બેકયાર્ડમાં મેચ રમવાથી શરૂ કરીને, મે ગેમને પુરા ઉત્સાહ અને જોશની સાથે રમી છે. હવે 37 વર્ષની ઉંમરે તે આગ હવે એટલી તેજ નથી સળગતી.
 
હું જાણુ છું કે મારા પરિવાર- મારા પેરન્ટ્સ, મારા ભાઇઓ, મારી પત્ની ડેનિયલ અને મારા બાળકોના ત્યાગ વિના કંઇપણ સંભવ ના થઇ શકતુ. હું મારી જિંદગીના આગળના પડાવ તરફ જોઇ રહ્યો છું, હું તેને પ્રાથમિકતા આપી શકીશ. 


એબી ડિવિલિયર્સની નિવૃત્તિ પર આઇપીએલ ફ્રેન્ચાઇઝી રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરે પણ ટ્વીટ કર્યુ છે, આરસીબીએ લખ્યું- એક યુગનો અંત, તમારા જેવુ કોઇ નથી, એબી.... અમે તમને આરસીબીમાં બહુ જ મિસ કરીશું. તમે ટીમ, પ્રસંશકો અને સામાન્ય રીતે ક્રિકેટ પ્રેમીઓને જે કંઇ આપ્યુ છે, તેના માટે આભાર એબી..... રિટાયરમેન્ટ મુબારક હો, લીજેન્ડ.... 






ત્રણ વર્ષ પહેલા લીધો હતો સન્યાસ, પછી પાછો પરત ફર્યો..... 
એબી ડિવિલિયર્સને અગાઉ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લીધા લીધા હતા, પરંતુ ત્રણ વર્ષ બાદ ફરીથી ક્રિકેટમાં વાપસી કરી હતી, ડિવિલિયર્સે મે 2018માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. જોકે, ત્યારબાદ તે દુનિયાભરની ટી20 લીગમાં રમતો રહો છે, અને જબરદસ્ત પ્રદર્શન કરતો રહ્યો છે. ખાસ કરીને આઇપીએલમાં તેનુ પરફોર્મન્સ ખુબ સારુ રહ્યું છે. એબી ડિવિલિયર્સે પોતાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેરિયરમાં 114 ટેસ્ટ, 228 વનડે અને 78 ટી20 મેચો રમી છે.