Spain vs Italy Highlights: સ્પેને ગુરુવારે મોડી રાત્રે ગત ચેમ્પિયન ઇટાલી વિરુદ્ધ 1-0થી જીત હાંસલ કરી હતી. આ જીત સાથે સ્પેન યુરો કપ 2024ના રાઉન્ડ-16માં પ્રવેશ કર્યો હતો. આ યુરોપિયન ચેમ્પિયનશીપમાં આંતરરાષ્ટ્રીય દિગ્ગજો વચ્ચે પ્રથમ મેચમાં ઇટાલીના રિકાર્ડો કેલાફિયોરી દ્ધારા 55મી મિનિટે કરવામાં આવેલા આત્મઘાતી ગોલે સ્પેનને જીત અપાવી હતી. રિકાર્ડો કેલાફિયોરી યુરોપિયન ચેમ્પિયનશીપ અને વર્લ્ડકપ વચ્ચે આત્મઘાતી ગોલ કરનાર બીજો ઇટાલિયન ખેલાડી છે. આ અગાઉ ક્રિસ્ટિયન જેકાર્ડોએ 2006 વર્લ્ડકપમાં અમેરિકા વિરુદ્ધ આત્મઘાતી ગોલ કર્યો હતો.






ત્રણ વખતના વિજેતા સ્પેનના ગેલ્સેનકિર્ચેને વેલ્ટિન્સ એરિનામાં ગ્રુપ-બીમાં ગેમ પુરી રીતે દબદબો બનાવ્યો હતો જેમાં 16 વર્ષીય વિંગર લેમિન યામલે શાનદાર પ્રદર્શન સાથે ફૂટબોલના સૌથી સ્ટાર યુવા ખેલાડીમાંનો એક છે.                                                                              






ઇટાલીના ગોલકીપર જિયાનલુઇગી ડોનારૂમ્માએ અનેક સારા બચાવ કર્યા હતા પરંતુ બોલ અજાણતા કેલાફિયોરીના પગમાં જતો રહ્યો જે બોલને પોતાના ગોલ પોસ્ટમાં જતા રોકી શક્યો. પ્રથમ હાફમાં અનેક પ્રસંગો આવ્યા જેમાં ડોનારૂમ્માએ સ્પેનને દૂર રાખવા માટે અનેક બચાવ કર્યા હતા. છેલ્લી થોડી મિનિટો તણાવપૂર્ણ રહી હતી પરંતુ સ્પેન વિજયી તરીકે ઉભરી આવ્યું હતું. તેને ગ્રુપ બીમાં એક મેચ રમવાની છે. ઇટાલીએ મોડેથી ફાઇટબેક કર્યું પરંતુ તેમને સફળતા મળી નહોતી. સ્પેન ખૂબ પ્રભાવશાળી રહ્યું છે અને તેણે નોકઆઉટ તબક્કામાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે.