આ બેટ્સમેને એક જ મેચમાં ફટકારી બે બેવડી સદી, 200 વર્ષમાં માત્ર બીજી વખત બની આવી ઘટના, જાણો વિગતે
એન્જેલો પરેરાએ જુલાઈ 2013માં શ્રીલંકા તરફથી વન ડે ડેબ્યૂ કર્યું હતું. તેણે કુલ ચાર મેચ રમી છે. જેમાં 8 રન બનાવ્યા છે. જ્યારે તે જ વર્ષે ટી-20 ઇન્ટરનેશલમાં ડેબ્યૂ કરીને બે મેચમાં ચાર નોંધાવ્યા છે. પરેરા પાસે 97 ફર્સ્ટ ક્લાસ મેચનો અનુભવ છે. જેમાં તેણે 18 સદી અને 47.54ની સરેરાશથી 6941 રન બનાવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશ્રીલંકાના એન્જેલો પરેરાએ નોન્ડેસ્ક્રિપ્ટ્સ ક્રિકેટ ક્લબ વતી રમતા ચાર દિવસીય મેચમાં બે બેવડી સદી ફટકારી હતી. 28 વર્ષીય પરેરાએ પ્રીમિયર લીગ ટુર્નામેન્ટમાં સિંહાલીસ સ્પોર્ટ્સ ક્લબ સામે પ્રથમ ઈનિંગમાં 203 બોલમાં 201 અને બીજી ઈનિંગમાં 268 બોલમાં 231 રન ફટકાર્યા હતા.
નવી દિલ્હીઃ એક બેટ્સમેને મેચમાં બે બેવડી સદી ફટકારી તેમ કહેવામાં આવે ત્યારે આશ્ચર્ય જરૂર થાય છે. પરંતુ આમ થયું છે. આશરે 200 વર્ષના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ ઇતિહાસમાં આવી ઘટના માત્ર બે વખત જ બની છે. 81 વર્ષ પહેલા થયેલા આ કારનામાનું 3 ફેબ્રુઆરી, 2019ના રોજ કોલંબોમાં પુનરાવર્તન થયું હતું.
આ સાથે જ તેણે ઇંગ્લેન્ડના આર્થર ફેગના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. આર્થરે 1938માં કોલચેસ્ટરમાં કેંટ તરફથી રતમા એસેક્સ સામેની મેચમાં 244 અને અણનમ 202 રનની ઈનિંગ રમી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -