✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

IPLની મેચનું પ્રસારણ દૂરદર્શન પર થશે પણ શરત સાંભળીને લાગી જશે આઘાત. જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Apr 2018 10:26 AM (IST)
IPLની મેચનું પ્રસારણ દૂરદર્શન પર થશે પણ શરત સાંભળીને લાગી જશે આઘાત. જાણો વિગત
1

2

પ્રસાર ભારતીએ એક ટ્વિટમાં જાણકારી આપી હતી કે દૂરદર્શન પર આઇપીએલની મેચોના પ્રસારણ કરવામાં આવશે. પ્રસાર ભારતીએ ટ્વિટમાં લખ્યું કે, દૂરદર્શન જોનારા દર્શકો માટે સારા સમાચાર છે. હવે તમે પ્રથમવાર આઇપીએલની મેચ દૂરદર્શન પર જોઇ શકશો. એક રિપોર્ટ પ્રમાણે, સપ્તાહમાં એક મેચ દૂરદર્શન પર બતાવવામાં આવી શકે છે.

3

મેચના પ્રસારણના બદલામાં થતી આવક સ્ટાર અને દૂરદર્શન વચ્ચે વહેંચવામાં આવશે, જોકે, તમને એ જાણીને દુખ થશે કે દૂરદર્શન પર મેચનું પ્રસારણ એક કલાક મોડા થશે. જોકે, એવા લોકો માટે આ રાહતના સમાચાર છે જેમના સુધી સ્ટાર ઇન્ડિયાની પહોંચ નથી. નોંધનીય છે કે આવતીકાલે મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નઇ સુપરકિંગ્સ વચ્ચે પ્રથમ મેચ રમાશે.

4

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રિમિયર લીગ (IPL)ની 11મી સીઝનની પ્રથમ મેચ આવતીકાલે યોજાશે. દૂરદર્શને IPLના ચાહકો માટે ખુશખબર આપી છે. દૂરદર્શન પર આઇપીએલની મેચનું પ્રસારણ કરવામાં આવશે. ડીડી સાથે જોડાયેલા દર્શકો હવે આઇપીએલની મજા માણી શકશે. આઇપીએલના ઇતિહાસમાં પ્રથમવાર તેનું લાઇવ પ્રસારણ દૂરદર્શન પર કરવામાં આવશે. જોકે, આઇપીએલના પ્રસારણના હકો સ્ટાર ઇન્ડિયાએ પાંચ વર્ષ માટે ખરીદી લીધા છે.

5

આગામી પાંચ વર્ષ સુધી યોજાનારી આઇપીએલના પ્રસારણના બદલામાં સ્ટાર ઇન્ડિયાએ 16000 કરોડ રૂપિયાની રકમ ચૂકવી છે. આઇપીએલ સિવાય ઇન્ડિયામાં રમાનારી ટીમ ઇન્ડિયાની તમામ મેચના પ્રસારણના અધિકારીઓ પણ સ્ટાર ઇન્ડિયા પાસે છે. જે માટે તેણે 6000 કરોડ રૂપિયાની રકમ ચૂકવી છે. આ અધિકારો પણ પાંચ વર્ષ માટે ખરીદવામાં આવ્યા છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • IPLની મેચનું પ્રસારણ દૂરદર્શન પર થશે પણ શરત સાંભળીને લાગી જશે આઘાત. જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.