કોહલીનું નંબર વનની પૉઝિશન પરથી નીચે ખસકી જવાનું કારણ એ છે કે, તે વેસ્ટ ઇન્ડિઝ સામેની સીરીઝની બીજી ટેસ્ટની બીજી ઇનિંગમાં પહેલીજ બૉલ પર શૂન્ય રને આઉટ થઇ ગયો હતો, અને આના કારણે જ તેને નંબર વનની પૉઝિશન ગુમાવી છે.
સ્મિથે હાલની એશીઝ સીરીઝમાં પહેલી બે ટેસ્ટ મેચોમાં જબરદસ્ત બેટિંગ કરી હતી, જોકે, ત્રીજી ટેસ્ટમાં તે ઇજા કારણે રમી શક્યો નહીં. તાજા રેન્કિંગમાં સ્મિથના ખાતામાં 904 રેટિંગ પૉઇન્ટ છે, વળી વિરાટ કોહલીના ખાતામાં 903 રેટિંગ પૉઇન્ટ છે.
જો સ્મિથ એશીઝની બચેલી બન્ને ટેસ્ટ મેચોમાં શાનદાર ઇનિંગ રમી લે છે તો નંબર વનની પૉઝિશન પર પોતાની સ્થિતિ મજબૂત કરી લેશે. આ લિસ્ટમાં ત્રીજા સ્થાને ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન છે.