IND vs NZ: અંતિમ ક્વાર્ટરમાં સેલ્વમ કાર્તિના વિજયી ગોલની મદદથી ભારતે સુલ્તાન અલજન શાહ કપ હોકીના મહત્વપૂર્ણ મેચમાં 27 નવેમ્બરે  ન્યૂઝીલેન્ડને 3-2થી હરાવ્યું હતું. 26  નવેમ્બરના રોજ ભારતે યજમાન મલેશિયાને 4-3થી હરાવ્યું હતું. ભારત તરફથી અમિત રોહિદાસ (ચોથી મિનિટ), સંજય (32મી મિનિટ) અને સેલ્વમ (54મી મિનિટ) એ ગોલ કર્યા હતા, જ્યારે ન્યૂઝીલેન્ડ તરફથી જ્યોર્જ બેકર (42મી અને 48મી મિનિટ) એ બે ગોલ કર્યા હતા.

Continues below advertisement

ન્યૂઝીલેન્ડે શરૂઆતની મિનિટોમાં મિડફિલ્ડ પર પ્રભુત્વ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય ડિફેન્ડર્સે તેમને કોઈ પણ તક આપી નહીં. ભારતને પહેલી તક ચોથી મિનિટમાં પેનલ્ટી કોર્નરથી મળી હતી, જેને અનુભવી રોહિદાસે ગોલમાં ફેરવી હતી. ભારતીય ટીમ બીજો ગોલ કરવાની નજીક પહોંચી હતી, પરંતુ અભિષેકનો શોટ કિવી ગોલકીપરે બચાવ્યો હતો.

બીજા ક્વાર્ટરમાં મજબૂત ડિફેન્સ

ન્યુઝીલેન્ડે બીજા ક્વાર્ટરમાં પેનલ્ટી કોર્નર મેળવ્યો હતો, પરંતુ ભારતીય ડિફેન્સ અત્યંત સતર્ક હતું. કેપ્ટન સંજય દ્વારા પેનલ્ટી કોર્નર ગોલ કરીને ભારતે બીજા હાફમાં પોતાની લીડ બમણી કરી હતી. ન્યૂઝીલેન્ડના બે પેનલ્ટી કોર્નર વ્યર્થ ગયા હતા. પવને ગોલ સામે શાનદાર પ્રદર્શન કર્યું, પરંતુ બેકરે તેની એકાગ્રતાના અભાવનો લાભ ઉઠાવીને 42મી મિનિટે ન્યૂઝીલેન્ડ માટે ગોલ કર્યો. બીજા ક્વાર્ટરમાં ન્યૂઝીલેન્ડે બરાબરી કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો અને પેનલ્ટી કોર્નર પણ મેળવ્યો, પરંતુ ભારતીય ડિફેન્ડર્સે તેમને રમતથી દૂર રાખ્યા. ભારત હાફટાઇમ સુધી 1-0ની લીડ જાળવી રાખવામાં સફળ રહ્યું હતું. 

ત્રીજા ક્વાર્ટરમાં ભારતે મજબૂત શરૂઆત કરી, કેપ્ટન સંજયએ પેનલ્ટી કોર્નરને ગોલ કરીને પોતાની લીડ 2-0 કરી. ત્યારબાદ ન્યુઝીલેન્ડે સતત દબાણ ચાલુ રાખ્યું અને અનેક પેનલ્ટી કોર્નર મેળવ્યા, પરંતુ ભારતીય ગોલકીપર પવને કેટલાક શાનદાર બચાવ કર્યા. જોકે, 42મી મિનિટે જ્યોર્જ બેકરે ગોલ કરીને અંતર  2-1 કરી દીધુ હતું.

ચોથા ક્વાર્ટરમાં ન્યૂઝીલેન્ડ માટે બીજો ગોલ કરી સ્કોર બરાબરી કર્યો. ભારતનો વિજયી ગોલ સેલ્વમે અંતિમ વ્હિસલ વાગવાના છ મિનિટ પહેલા અભિષેકના પાસ પર કર્યો હતો. ભારત હવે શનિવારે કેનેડા સામે ટકરાશે.