Sunday Tree Finals: જો તમે રવિવાર ઘરે બેસીને પસાર કરવા માંગો છો, તો આજે તમારા માટે રવિવાર નહીં પણ સુપર સન્ડે છે, આજે એટલે કે 14મી જુલાઈ, રવિવાર સાંજથી સોમવાર સવાર સુધી, તમે વિવિધ રમતોની ત્રણ ફાઈનલ જોઈ શકશો. આ રમતોમાં ટેનિસ અને ફૂટબોલનો સમાવેશ થાય છે. વિમ્બલ્ડન 2024ની પ્રથમ ફાઈનલ આજે રવિવારે સાંજે રમાશે. આ પછી યૂરો કપ ફૂટબૉલની ફાઈનલ (સોમવારે) રાત્રે 12:30 વાગ્યે યોજાશે અને ત્યારબાદ કૉપા અમેરિકાની ટાઈટલ મેચ (સોમવારે) સવારે 5:30 વાગ્યે જોવા મળશે. તો ચાલો જાણીએ કઈ ટીમો કઈ ફાઇનલમાં ટકરાશે અને ક્યાં તમે તેને લાઈવ જોઈ શકશો.


વિમ્બલ્ડન 2024 મેન્સ સિંગલ્સ ફાઇનલ 
વિમ્બલ્ડન 2024 ની મેન્સ સિંગલ્સની ફાઈનલ આજે ભારતીય સમય અનુસાર સાંજે 6:30 વાગ્યે રમાશે, જેમાં નૉવાક જોકોવિચ અને કાર્લોસ અલ્કારાઝ આમને સામને ટકરાશે. બંને વચ્ચે અત્યાર સુધીમાં કુલ પાંચ ટક્કર થઈ છે, જેમાં જોકોવિચે ત્રણમાં જીત મેળવી છે. આવી સ્થિતિમાં આજે અલ્કારાઝ પાસે સ્કૉર સેટલ કરવાનો મોકો હશે. જો કે બીજી તરફ જોકોવિચને પણ 2023 માટે રિપ્લેસમેન્ટ મેળવવાની તક મળશે. 2023 વિમ્બલ્ડનમાં, અલ્કારાઝે નોવાક જોકોવિચને હરાવીને ટાઇટલ જીત્યું હતું.


ક્યાંથી જોઇ શકાશે લાઇવ મેચ ? 
આ વિમ્બલ્ડન ફાઇનલનું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક દ્વારા બપોરે 1:30 વાગ્યાથી ટીવી પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ ટાઈટલ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Hostar પર થશે.


યૂરો કપ ફાઇનલ 
પ્રતિષ્ઠિત ફૂટબોલ ટૂર્નામેન્ટ યૂરો કપ 2024ની ફાઈનલ ઈંગ્લેન્ડ અને સ્પેન વચ્ચે રમાશે. આ ટાઈટલ મેચ જીતીને ઈંગ્લેન્ડ લાંબા સમયથી ચાલી રહેલા દુષ્કાળનો અંત લાવવા ઈચ્છશે. 1996ના વર્લ્ડકપ પછી ઈંગ્લેન્ડ કોઈ મોટી ફૂટબોલ ટૂર્નામેન્ટ જીતી શક્યું નથી. બીજીતરફ સ્પેને તેની છેલ્લી મોટી ટુર્નામેન્ટ 2012 યૂરો કપ દ્વારા જીતી હતી.


ક્યાંથી જોઇ શકશો લાઇવ ?
યૂરો કપ ફાઈનલનું ભારતમાં ટીવી પર સોની સ્પોર્ટ્સ નેટવર્ક દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવશે. મેચનું લાઈવ સ્ટ્રીમિંગ સોની લાઈવ એપ પર થશે. મેચ 15 જુલાઈ સોમવારના રોજ સવારે 12:30 કલાકે શરૂ થશે.


કૉપા અમેરિકા ફાઇનલ 
કૉપા અમેરિકાની ફાઈનલ મેચ કોલંબિયા અને આર્જેન્ટિના વચ્ચે રમાશે. જો આર્જેન્ટિના આજે ખિતાબી મુકાબલો જીતી લેશે તો તે તેના 16મા ખિતાબ સાથે ટૂર્નામેન્ટની સૌથી સફળ ટીમ બની જશે. બીજી તરફ કોલંબિયાએ છેલ્લે 2001માં આ ખિતાબ જીત્યો હતો.


ક્યાંથી જોઇ શકશો લાઇવ ? 
કૉપા અમેરિકાનું ભારતમાં કોઈ સત્તાવાર પ્રસારણકર્તા નથી. ટૂર્નામેન્ટની ટાઇટલ મેચ સોમવારે સવારે 5.30 કલાકે શરૂ થશે.