નવી દિલ્હીઃ આઇપીએલ 2021ની (IPL 2021) શરૂઆત થઇ ચૂકી છે, આજે સિઝનની 20મી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) અને દિલ્હી કેપિટલ્સની (Delhi Capitals) વચ્ચે સાંજે 07:30 વાગે ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. પૉઇન્ટ ટેબલમાં (IPL Point Table) ત્રીજા નંબર પર રહેલી દિલ્હી કેપિટલ્સની ટીમ પંજાબ કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ સામે સતત બે મેચો જીતીને આ મેચમાં ઉતરશે. જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદે પોતાની છેલ્લી મેચ પંજાબ કિંગ્સને હરાવીને પોતાની પહેલી જીત નોંધાવી છે. 


આ મેચમાં (Indian Premier League) દિલ્હીનુ પલડુ ભારે દેખાઇ રહ્યું છે. ઓપનર બેટ્સમેન શિખર ધવનના નામે અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન છે. વળી ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથે પણ મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્ધ છેલ્લી મેચમાં સારુ પ્રદર્શન કર્યુ હતુ. સાથે જ કગિસો રબાડા અને રવિચંદ્રન અશ્વિનની હાજરીથી તેમનો બૉલિંગ એટેક વધુ સારો થઇ ગયો છે. વળી યુવા ફાસ્ટ બૉલર આવેશ ખાન પણ આ વર્ષે સતત સારુ પ્રદર્શન કરી રહ્યો છે. આ ઉપરાંત અનુભવી લેગ સ્પિનર અમિત મિશ્રા પણ ટીમનો મુખ્ય ખેલાડી છે, જે મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્ધ મેન ઓફ ધ મેચ બન્યો હતો. 


સનરાઇઝર્સ હૈદરાબાદે પોતાના મીડલ ઓર્ડરની નિષ્ફળતાના કારણે ત્રણ હાર સાથે શરૂઆત કર્યા બાદ છેલ્લી મેચમાં જીત નોંધાવી છે. જેમાં કેન વિલિયમસનની વાપસી થઇ છે. જો હૈદરાબાદની બેટિંગ આવે તો તેમને દિલ્હી સામે મોટ સ્કૉર કરવો પડશે, કેમકે દિલ્હી પાસે ધારદાર બેટિંગ પાવર છે. 


પિચ રિપોર્ટ.....
ચેન્નાઇના એમએ ચિદમ્બર ગ્રાઉન્ડની પીચ આ વર્ષે બીજી ઇનિંગમાં ખુબ સ્લૉ થઇ જાય છે. અહીં પહેલી ઇનિંગમાં પણ મોટો સ્કૉર બનાવવા મુશ્કેલ રહે છે. આ મેચમાં પણ સ્પીનર્સને ખુબ મદદ મળશે. સાથે જ ટૉસ જીતનારી ટીમ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કરી શકે છે. 


મેચ પ્રેડિક્શન.....
આ મેચ માટે અમારુ પ્રેડિક્શન મીટર બતાવે છે કે આ મેચમાં દિલ્હી કેપિટલ્સનુ પલડુ ભારે છે. જોકે મેચ રોમાંચક હોવાના પુરેપુરા આસાર છે, જે ટીમ પહેલા બેટિંગ કરશે, તેની જીતની સંભાવના વધુ છે.


સનરાઇઝર્સ હૈદરાબાદની સંભવિત પ્લેઇંગ ઇલેવન.....
ડેવિડ વૉર્વર (કેપ્ટન), જૉની બેયરર્સ્ટો (વિકેટકીપર), કેન વિલિયમસન, વિરાટ સિંહ, વિજય શંકર, અભિષેક શર્મા, કેદાર જાદવ, રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહેમદ, સિદ્વાર્થ કૌલ. 


દિલ્હી કેપિટલ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન.....
પૃથ્વી શૉ, શિખર ધવન, સ્ટીવ સ્મિથ, ઋષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), શિમરૉન હેટમેયર, માર્કસ સ્ટૉઇનિસ, લલિત યાદવ, રવિચંદ્રન અશ્વિન, કગીસો રબાડા, અમિત મિશ્રા, આવેશ ખાન.