સુરેશ રૈનાએ કહ્યું- વર્લ્ડ કપમાં આ ક્રમ પર બેટિંગ કરી શકે છે મહેન્દ્ર સિંહ ધોની
નવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ઓસ્ટ્રેલિયામાં શાનાદર પ્રદર્શન કરતાં ત્રણ વનડેમાં ત્રણ હાફ સેન્ચુરી ફટકારી હતી. આ માટે તેને મેન ઓફ ધ સીરીઝ પણ જાહેર કરવામાં આવ્યા હતા. એવામાં હવે 2019 વર્લ્ડ કપમાં તેના બેટિંગ ક્રમને લઈને ચર્ચાઓ ચાલી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરૈનાએ કહ્યું કે, ધોની હાલમાં સકારાત્મક માનસિકતા સાથે રમે છે. વિરાટ કોહલી પણ તેને સમર્થન આપી રહ્યા છે. જો તમારી પાસે કેપ્ટનનો પૂરો સાથ હોય તો તમે મેદાન પર જઈને ખુદને સાબિત કરો. એવામાં નંબર 4 પર બેટિંગ કરવું તેના માટે યોગ્ય રહે છે. જો તે નંબર 4 પર બેટિંગ કરવા ઉતરે તો તે નંબર 5, 6 અને 7ના બેટ્સમેન સાથે ભાગીદારી પણ કરી શકે છે.
જોકે ધોનીના મનપસંદ ક્રિકેટર્સમાંથી એક એવા સુરેશ રૈનાએ રોહિત શર્મના સુરમાં સુર મેળવ્યા છે અને ધોનીને 4 નંબર પર બેટિંગ આવવાનું સમર્થન કરી રહ્યા છે. જોકે વિરાટ કોહલી 4 નંબરના ક્રમ પર રાયડુને પસંદ કરવે છે. પરંતુ રૈનાનું માનવું છે કે ધોનીને નંબર 4 પર બેટિંગ કરવું વધારે યોગ્ય છે, કારણ કે તે એક એવા ખેલાડી છે જે ટીમ માટે મેચ ખત્મ કરી શકે છે અને નિચેના ક્રમના બેટ્સમેન સાથે ભાગીદારી કરી શકે છે.
ભારતીય ટીમના હાલના ખેલાડીથી લઈને પૂર્વ સાથી અને ક્રિકેટના જાણીતા પોતાના પોતાન વિચાર તેને લઈને વ્યક્ત કરી રહ્યા છે. રોહિત શર્મા ઈચ્છે છે કે ધોની 4 નંબર પર બેટિંગ કરવા આવે પરંતુ વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીનો મત અલગ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -