નવી દિલ્હીઃ ભારતીય ટીમમાં છેલ્લા કેટલાક દિવસોથી ટશન પર ટશન ચાલી રહ્યું છે, કેપ્ટન કોહલી અને ગાંગુલી વિવાદ વકર્યો છે, અને એકબાજુ હવે પૂર્વ ક્રિકેટર અતુલ વાસને મોટો ખુલાસો કરીને ટીમ ઇન્ડિયામાં ચાલી રહેલી તકરારને છતી કરી દીધી છે. અતુલ વાસને કહ્યું કે, ધોનીને ટીમ ઇન્ડિયામાં ચાલતી તકરારને રોકવા માટે ટી20 વર્લ્ડકપ 2021 દરમિયાન ભારતીય ટીમ સાથે જોડી દેવામાં આવ્યો હતો, આ અંગે તેમને ખાસ કારણ પણ આપ્યુ છે. હાલમાં ભારતીય ટીમ અત્યારે સાઉથ આફ્રિકા પ્રવાસે છે.
અતુલ વાસને કહ્યું કે ધોનીની અચાનકની નિયુક્ત ટીમ ઇન્ડિયા માટે ખાસ હતી કેમ કે ભારતીય ટીમમાં કેપ્ટન અને કૉચનો દબદબો થઇ ગયો હતો. પૂર્વ ક્રિકેટર વાસને કહ્યું - ભારતીય ક્રિકેટમાં કોહલી-શાસ્ત્રી પોતાની મનમાની ચલાવતા હતા. કોને રમાડવો કે ન રમાડવો તેના બધા નિર્ણયો કોચ-કેપ્ટન જ લેતા. એક પ્રકારે તેમણે ભારતીય ક્રિકેટને પોતાના કબજામાં લઈ લીધું હતુ. તેમના પર નિયંત્રણ લાવવા માટે બીસીસીઆઇએ ટી-૨૦ વર્લ્ડ કપમાં ધોનીની નિયુક્તિ મેન્ટર તરીકે કરી હતી. વાસને કહ્યું કે, કોહલીની મનમાની વધતી જતી હોવાના કારણે બીસીસીઆઇએ તેને કેપ્ટન પદેથી કાઢી મુક્યો છે, કેમ કે બીસીસીઆઇ પાસે રોહિતના રૂપમાં બેસ્ટ ઓપ્શન હતો.
અતુલ વાસને વધુમાં કહ્યું કે ટી20 વર્લ્ડકપમાં કેપ્ટન કોહલી અને કૉચ શાસ્ત્રીની મનમાની રોકવા માટે જ બીસીસીઆઇએ ધોનીને ટીમ ઇન્ડિયા સાથે મેન્ટર તરીકે જોડ્યો હતો, કેમ કે ધોની કન્ટ્રૉલ લાવી શકે પરંતુ તે થઇ શક્યુ નહીં. વાસને કહ્યું કે રોહિત સારો ઓપ્શન છે અને બીસીસીસીઆઇ તેને કેપ્ટન બનાવીને સારો દાંવ રમ્યો છે. રોહિતને કેપ્ટન જાહેર કરવાના નિર્ણય અંગે વાસને કહ્યું કે, જો તમારી પાસે સારો વિકલ્પ ઉપલબ્ધ છે, તો તે તરફ ચોક્કસ આગળ વધવું જોઈએ. જેનાથી ખેલાડીઓમાં નિરાશા પણ ઓછી થશે. બોર્ડ પાસેથી વધુ વિશેષ સુવિધાની અપેક્ષા ના રાખવી જોઈએ, કારણ કે એક વખત તમને ઈશારો મળે પણ તમારે તેને સ્વીકારવાનો જ હોય છે.
અતુલ વાસને કહ્યું કે, ટીમ ઇન્ડિયામાં કેપ્ટન કોહલી અને કૉચ રવિ શાસ્ત્રીની મનમાની વધી ગઇ હતી, જેના કારણે બીસીસીઆઇએ મોટા ફેરફારો કરવાનો નિર્ણય લીધો હતો.
ઉલ્લેખનીય છે કે ટી20 વર્લ્ડકપ 2021માં ટીમ ઇન્ડિયાની ગૃપ સ્ટેજ મેચોમાં જ કારમી હાર થયા બાદ ટીમ ઇન્ડિયાના કેપ્ટન અને કૉચ પર સવાલો ઉઠવા લાગ્યા હતા. બાદમાં બીસીસીઆઇએ મોટો નિર્ણય લીધો હતો, બાદમાં કેપ્ટન તરીકે રોહિત શર્મા અને કૉચ તરીકે રાહુલ દ્રવિડની નિયુક્ત કરી હતી.
આ પણ વાંચો.........
J&K: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓ સાથે સુરક્ષાદળો વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર
આ મહત્વપૂર્ણ કામ 31 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરો, નહીં તો પછી મુશ્કેલી થશે
UPSC NDA 2022: UPSC NDA પરીક્ષા માટે અરજી પ્રક્રિયા શરૂ, 11 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે
Kanya Sumangla Yojana: જો તમારા ઘરમાં પણ છોકરીઓ છે તો ખાતામાં આવશે આખા 15000 રૂપિયા, જાણો કેવી રીતે?
Omicron પર PM Modi ની સમીક્ષા બેઠક, ઓક્સીજન સપ્લાઈથી લઈને રસીકરણ સુધી આપ્યા આ નિર્દેશ
કોરોના વાયરસના કેસમાં વધારો થતા આ રાજ્યમાં નાઈટ કર્ફ્યૂ લાગૂ, જાણો