નવી દિલ્હીઃ ટી20 વર્લ્ડકપમાં ભારતીય ટીમને મળેલી એક પછી એક હાર પર દેશમાં તો ગુસ્સો છે જ, હવે આ ગુસ્સો પાકિસ્તાની ખેલાડીઓમાં પણ દેખાઇ રહ્યો છે. પૂર્વ પાકિસ્તાની ખેલાડી દાનિશ કનેરિયા (Danish Kaneria)એ વિરાટ કોહલીને પોતાની યુટ્યૂબ ચેનલ પર આડેહાથે લીધો છે. તેને વિરાટને બૉગસ અને નિષ્ફળ કેપ્ટન ગણાવીને ઝટકણી કાઢી છે. ઉલ્લેખનીય છે કે, ટીમ ઇન્ડિયા ટી20 વર્લ્ડકપમાં શરૂઆતની બન્ને મેચો પહેલા પાકિસ્તાન અને પછી ન્યૂઝીલેન્ડ સામે શરમજનક રીતે હારી ગઇ હતી. 


પાકિસ્તાના પૂર્વ લેગ સ્પીનર દાનિશ કનેરિયાએ ટી20 વર્લ્ડકપની મેચોને લઇને કહ્યું કે, વિરાટ એક કેપ્ટન તરીકે નિષ્ફળ છે, તેનામાં ટીમને જીતાડવાની ક્ષમતા નથી. આ વાત ક્રિકેટરે પોતાની યુટ્યૂબ પર કહી છે. દાનિશ કનેરિયા કેપ્ટન કોહલીથી બહુજ નારાજ દેખાયો હતો. 


યુટ્યૂબ પર દાનિશ કનેરિયાએ ભારતીય ટીમના સંઘર્ષ કરવાના કારણે પણ બતાવ્યા. તેને કહ્યું કે, ભારતના ખરાબ પ્રદર્શન કેટલાય કારણો છે. સૌથી પહેલુ કારણ વિરાટ કોહલી છે. તે એક નિષ્ફળ અને બૉગસ કેપ્ટન છે. તેને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં પણ ખરાબ ટીમ પસંદ કરી. જ્યાં સુધી તે ઓસ્ટ્રેલિયામાં હતો ભારત હાર્યુ. તે પછી અજિંક્યે રહાણે કેપ્ટન બન્યો અને તેને ટીમને શાનદાર જીત અપાવી. કોઇ શક નથી કે વિરાટ કોહલી એક મોટો ખેલાડી છે પરંતુ મને તેનામાં કેપ્ટનશીપની કોઇ ક્ષમતા ના દેખાઇ. તેનામાં ખુબ આક્રમકતા હતી પરંતુ કેપ્ટન તરીકે નિર્ણય લેવાની ક્ષમતાની કમી તેનામાં દેખાઇ રહી છે. 


દાનિશ કનેરિયાએ આની સાથે ભારતીય ટીમના મુખ્ય કૉચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) અને મેન્ટર મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) પર પણ નિશાન સાધ્યુ. તેને હાર માટે આખા મેનેજમેન્ટની જવાબદારી છે. દાનિશ કનેરિયાએ કહ્યું કે, અન્ય એક કારણ રવિ શાસ્ત્રી પણ છે, તે પુરેપુરા ગાયબ થઇ ગયા છે, એવુ લાગી રહ્યું છે તે વિચારી રહ્યાં છે કે મારો સમય હવે પુરો થઇ ગયો છે. વર્લ્ડકપ મારુ છેલ્લુ કામ છે. આ પછી હું આ પૉસ્ટ પર નહીં રહું. તો જે થતુ હોય તે થવા દો. અને તે બિલકુલ એકબાજુ થઇ ગયા છે. હું મહેન્દ્ર સિંહ ધોનીને દોષ નહીં આપુ. તે હમણાં જ આ ટીમ સાથે જોડાયો છે, છતા પણ તે મેનેજમેન્ટનો ભાગ છે, અને ક્રિકેટમાં તમામ 11 ખેલાડીઓ અને મેનેજમેન્ટ સામેલ હોય છે. તો દરેક વ્યક્તિ જવાબદાર છે. આ એક ટીમ સ્પોર્ટ છે તો પુરેપુરી ટીમ જવાબદાર છે.