નવી દિલ્હીઃ ટી20 વર્લ્ડકપ (T20 World Cup)ની બીજી વોર્મ અપ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને (India vs Australia) 8 વિકેટથી આસાનીથી હરાવી દીધુ. પહેલા બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયન ટીમે 20 ઓવરમાં 5 વિકેટો ગુમાવીને 152 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમે 13 બૉલ પહેલા જ 2 વિકેટોના નુકસાને લક્ષ્યને હાંસલ કરી લીધુ હતુ. રોહિત શર્મા (Rohit Sharma)એ 60 અને કેએલ રાહુલે (KL Rahul) 39 રન બનાવ્યા. રોહિતની બેટિંગની સાથે જ આ મેચમાં વિરાટ કોહલીએ પણ ગજબની બૉલિંગ કરી. તેને કુલ 2 ઓવર ફેંકી જેમાં તેને 12 રન આપ્યા. કોહલીએ ઇનિંગની 7મી અને 13મી ઓવર કરી હતી.
ભારતીય કેપ્ટન લગભગ પાંચ વર્ષ બાદ ટી20 ક્રિકેટમાં બૉલિંગ કરવા ઉતર્યો હતો. આ પહેલા તેને 2016 ટી20 વર્લ્ડકપમાં વેસ્ટઇન્ડિઝ સામેની મેચમાં બૉલિંગ કરી હતી. તે ઓવર ઓલ કોહલીએ છેલ્લીવાર બૉલિંગ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ મેચમાં કરી હતી.
કોહલી જ્યારે બૉલિંગ કરવા આવ્યો તો તે સમયે ક્રિઝ પર સ્ટીવ સ્મિથ હતો. કોહલીની એક્શનને જોઇને સ્મિથ હંસવા લાગ્યો હતો. તેને કોહલીની એક્શનની નકલ કરીને મજાક પણ કરી હતી. એટલે કે વિરાટની બૉલિંગ એક્શન જોયા બાદ સ્મિથે વિરાટની સામે જોઇને તેની બૉલિંગ એક્શનની નકલ કરી હતી. આનો વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
હાર્દિક પંડ્યા હાલના સમયમાં બૉલિંગ કરવા માટે પુરેપુરી રીતે ફિટ નથી. આવામાં ટીમ ઇન્ડિયા છઠ્ઠા બૉલરનો ઓપ્શન શોધી રહી છે. ટૉસ બદા આ વૉર્મ અપ મેચમાં કેપ્ટનશીપ કરનારા રોહિત શર્માએ પણ કહ્યુ હતુ કે આ મેચમાં છઠ્ઠા બૉલરનો ઓપ્શન શોધવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધુ હતુ કે વૉર્મ અપ મેચમાં દરેક પ્રકારના પ્રયોગ કરવામાં આવશે.