નવી દિલ્હીઃ દુબઇની પીચો પર ચાલી રહેલી આઇસીસી ટી20 વર્લ્ડકપ ટૂર્નામેન્ટમાં ફરી એકવાર ખેલદીલીના ભાવના જોવા મળી છે,આ વખતે પાકિસ્તાની ખેલાડીઓના વર્તનથી બધા ખુશ થઇ ગયા છે. ગઇકાલે પાકિસ્તાન અને નામિબિયા વચ્ચે મેચ રમાઇ હતી, આ મેચમાં નામિબાયાની હાર થઇ હતી અને પાકિસ્તાને વધુ એક મેચ જીતીને સેમિફાઇનલમા પ્રવેશ મેળવી લીધો છે. પાકિસ્તાન અત્યારસુધી જે પ્રકારનું પ્રદર્શન બતાવ્યું છે તેણે બધાને પ્રભાવિત કર્યા છે અને નામીબિયા મેચ બાદ ટીમે કંઈક એવું કર્યું કે દરેક તેનાં વખાણ કરી રહ્યાં છે. પાકિસ્તાન નામીબિયાને હરાવ્યું અને એ પછી તેની ટીમ નામીબિયાના ડ્રેસિંગ રૂમમાં ગઈ અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. આ ઘટનાનો વીડિયો હાલમાં સોશ્યલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહ્યો છે. 


પાકિસ્તાન અને નામિબિયા વચ્ચેની મેચમાં નામિબિયાની હાર થઇ અને પાકિસ્તાનની જીત થઇ પરંતુ આ  બધાનુ ધ્યાન હવે એક વીડિયો પર ગયુ છે, જે ખરેખર ખાસ છે. પાકિસ્તાનની ટીમ નામીબિયાના ડ્રેસિંગ રૂમમાં જઈને તેમના ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. 




આ વીડિયોમાં પાકિસ્તાની ટીમના ખેલાડીઓ નામીબિયાના ડ્રેસિંગ રૂમમાં ગયા અને તેની રમત માટે તેમને અભિનંદન આપતા જોવા મળે છે. આ વીડિયોમાં શાહીન શાહ આફ્રિદી, મોહમ્મદ હફીઝ, હસન અલી, ફખર જમાન અને શાદાબ ખાન છે. પાકિસ્તાનની ટીમના ખેલાડીઓએ પ્રથમ નામીબિયન ડ્રેસિંગ રૂમમાં પ્રવેશ કર્યો અને તેમને અભિનંદન આપ્યાં. આ મેચમાં પાકિસ્તાને નામીબિયાને 45 રનથી હરાવ્યું હતું, પરંતુ ટીમના ખેલાડીઓ જીતવા માટે છેલ્લી ઘડી સુધી લડ્યા હતા. તે ખરેખર બિરદાવવા યોગ્ય છે. 


પાકિસ્તાનની જીત અને નામિબાયાની હાર - 
મેચમાં પ્રથમ બેટિંગ કરતાં પાકિસ્તાને બે વિકેટના નુકસાને 189 રન બનાવ્યા હતા. જવાબમાં નામીબિયાની ટીમ પાંચ વિકેટના નુકસાને 144 રન બનાવી શકી હતી. નામીબિયા તરફથી ક્રેગ વિલિયમ્સે 40 રન બનાવ્યા હતા. સ્ટીફન બિયર્ડે 29 રનની ઇનિંગ રમી હતી. ડેવિડ વિઝાએ અણનમ 43 રન બનાવ્યા હતા.