અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયાની થઈ જાહેરાત, જાણો કોને-કોને મળ્યું ટીમમાં સ્થાન
પત્ની સાથે વિવાદ ચાલતો હોવા છતાં ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે. ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે.
અફઘાનિસ્તાન સામે ટીમ ઈન્ડિયા આ મુજબ છે. અજિંક્ય રહાણે (કેપ્ટન), શિખર ધવન, મુરલી વિજય, કેએલ રાહુલ, ચેતેશ્વર પૂજારા, કરુણ નાયર, રિદ્ધીમાન સાહા(વિકેટ કિપર), આર અશ્વિન, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, હાર્દિક પંડ્યા, ઉમેશ યાદવ, ઈશાંત શર્મા, શાર્દૂલ ઠાકુર
અફઘાનિસ્તાન સામે જાહેર કરેલી ટેસ્ટ ટીમમાં શાર્દૂલ ઠાકુર એક માત્ર નવો ચહેરો છે.
શાર્દૂલ ઠાકુરનો પ્રથમ વખત ટેસ્ટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કરૂણ નાયર પણ ફરી એક વખત ટીમમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે.
નવી દિલ્હીઃ જૂન મહિનામાં બેંગ્લોરમાં રમાનારી અફઘાનિસ્તાન સામેની એક માત્ર ટેસ્ટ મેચ માટે આજે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. વિરાટ કોહલીની ગેરહાજરીમાં અજિંક્ય રહાણેને ટીમનું નેતૃત્વ સોંપવામાં આવ્યું છે. સાઉથ આફ્રિકા પ્રવાસમાં ટેસ્ટમાં સામેલ કરવામાં આવેલા રોહિત શર્માને ટીમમાં સ્થાન મળ્યું નથી.