હૈદરાબાદઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે છ ડિસેમ્બરથી ત્રણ મેચની ટી-20 સીરિઝની શરૂઆત થશે. બંને ટીમો વચ્ચે પ્રથમ મુકાબલો શુક્રવારે હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાશે. T20 રેંકિંગમાં ટીમ ઈન્ડિયા પાંચમા અને વેસ્ટ ઈન્ડિઝ 10માં નંબર પર છે.


આવતીકાલની ટી-20 ઈન્ટરનેશનલમાં લોકેશ રાહુલ જો 26 રન બનાવી લેશે તો તે ક્રિકેટના ટૂંકા ફોર્મેટમાં 1000 કે તેથી વધુ રન બનાવનારો ભારતનો સાતમો ખેલાડી બની જશે. અત્યાર સુધી રોહિત શર્મા, વિરાટ કોહલી, એમએસ ધોની, સુરેશ રૈના, શિખર ધવન અને યુવરાજ સિંહ આ લિસ્ટમાં સામેલ થઈ ગયા છે.

ભારત તરફથી T20Iમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડી

રોહિત શર્માઃ 2539 રન

વિરાટ કોહલીઃ 2450 રન

મહેન્દ્ર સિંહ ધોનીઃ 1617 રન

સુરેશ રૈનાઃ 1605 રન

શિખર ધવનઃ 1504 રન

યુવરાજ સિંહઃ 1177 રન

આવતા વર્ષે રમાનારા T20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને ભારતીય ક્રિકેટ ટીમ વિવિધ વિવિધ યુવા ખેલાડીઓને અજમાવી રહ્યું છે.