8 વર્ષથી ભારત 'બોક્સિંગ ડે ટેસ્ટ' જીતી શક્યું નથી, જુઓ છેલ્લે જીતેલી મેચનું સ્કોર કાર્ડ
ભારતીય ટીમ અત્યાર સુધીમાં બોક્સિંગ ડે પર 14 ટેસ્ટ રમી ચુક્યું છે. જેમાં માત્ર એક જ મેચમાં જીત મળી છે, જ્યારે 10 મેચમાં પરાજય થયો છે. ઓસ્ટ્રેલિયામાં ભારત સાત વખત બોક્સિંગ ડે ટેસ્ટ રમ્યું છે, જેમાંથી પાંચ હાર અને બે મેચ ડ્રો રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા સામે રમાઇ રહેલી 4 ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ બે મેચ બાદ બંને ટીમો 1-1થી બરોબરી પર છે. ક્રિસમસના એક દિવસ બાદ એટલે કે 26 ડિસેમ્બરથી મેલબોર્નમાં ત્રીજી ટેસ્ટનો પ્રારંભ થશે. ક્રિસમસ પછીના દિવસે શરૂ થતી ટેસ્ટને ‘બોક્સિંગ ડે ટેસ્ટ’ તરીકે ઓળખવામાં આવ્યો છે.
બીજી ઈનિંગમાં ભારતે લક્ષ્મણના 96 રનની મદદથી 228 રન બનાવ્યા હતા. 303 રનના ટાર્ગેટ સામે આફ્રિકા 215 રનમાં ઓલઆઉટ થઇ જતાં ભારતનો 87 રને વિજય થયો હતો. વીવીએસ લક્ષ્મણને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
યજમાન સાઉથ આફ્રિકાએ મેચમાં ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારત પ્રથમ ઈનિંગમાં 205 રનમાં ઓલઆઉટ થયું હતું. ઝહીર ખાન અને હરભજનના ઘાતક સ્પેલના કારણે સાઉથ આફ્રિકા પ્રથમ ઇનિંગમાં 131 રનમાં જ ખખડી ગયું હતું
ભારતે 2010માં ડરબનમાં સાઉથ આફ્રિકાને 87 રનથી હરાવ્યું હતું. આ મેચની બીજી ઈનિંગમાં વીવીએસ લક્ષ્મણે 96 રનની ઈનિંગ રમી હતી. જેના કારણે ભારત બોક્સિંગ ડે ટેસ્ટ જીતવામાં સફળ રહ્યું નથી. પરંતુ છેલ્લા 8 વર્ષથી ભારત આ કારનામું કરી શક્યું નથી. આ મેચ રમેલી ટીમના ત્રણ સભ્યો મુરલી વિજય, ચેતેશ્વર પૂજારા અને ઈશાંત શર્મા હાલ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં પણ રમી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -