નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ તેના સંઘર્ષના દિવસોને લઈ સૌથી મોટો ખુલાસો કર્યો છે. શમીએ કહ્યું કે 2015ના વર્લ્ડકપ બાદ જ્યારે ઈજામાંથી વાપસી કરી રહ્યો હતો ત્યારે ત્રણ વખત આત્મહત્યા કરવાનું વિચાર્યુ હતું. શમીએ ઈન્સ્ટાગ્રામ પર રોહિત શર્મા સાથે વાત કરતાં આમ કહ્યું હતું.
શમીએ કહ્યું, 2015ના વર્લ્ડકપમાં ઈજાગ્રસ્ત થયા બાદ મને વાપસી કરતાં 18 મહિના લાગ્યા હતા અને તે મારા જીવનનો સૌથી મુશ્કેલ સમય હતો. તમે જાણો છે રિહેબ કેટલું મુશ્કેલ હોય છે અને તે બાદ પારિવારિક સમસ્યાઓ. આ બધુ ચાલી રહ્યું તે દરમિયાન આઈપીએલના 10-12 દિવસ પહેલા મારું એક્સિડેન્ટ થયું હતું. મારા અંગત જીવનને લઈ મીડિયામાં અનેક વાતો થતી હતી.
જે બાદ તેણે કહ્યું, જો મને મારા પરિવારનો સાથ ન મળ્યો હોત તો હું ક્રિકેટ છોડી દેત. મેં ત્રણ વખત આત્મહત્યાનો વિચાર કર્યો હતો. મારા પરિવારમાંથી કોઈ પણ એક વ્યક્તિ મારી પર નજર રાખવા મારી પાસે બેસતા હતા. મારું ઘર 24માં ફ્લોર પર હતું અને તેમને લાગતું હતું કે હું એપાર્ટમેન્ટમાંથી કૂદી જઈશ. પરંતુ મારો પરિવાર મારો સાથે હતો અને તેનાથી સૌથી મોટી તાકાત કોઈ ન હોઈ શકે.
મારા પરિવારે મને કહ્યું, દરેક સમસ્યાનું સમાધાન હોય છે અને માત્ર તારી રમત પર ધ્યાન આપ. જે ચીજમાં તું શ્રેષ્ઠ છે તેમાં ખોવાઈ જા. બાદમાં મેં નેટમાં બોલિંગ શરૂ કરી, પરંતુ હું દબાણમાં હતો. અભ્યાસના સમયે હુ દુઃખી થઈ જતો અને મારો પરિવાર મને કહેતો હતો કે એકાગ્રતા જાળવી રાખ. મારો ભાઈ મારી સાથે હતો. મારા મિત્રો મારી સાથે હતા અને જો તે લોકો ન હોત તો હું કઈંક અજુગતુ પગલું ભરી બેસત જે ક્યારેય નહીં ભૂલી શકું.
ટીમ ઈન્ડિયાના આ સ્ટાર ક્રિકેટરે કર્યો ખુલાસો, કહ્યું- સંઘર્ષના દિવસોમાં ત્રણ વખત આત્મહત્યાનો કર્યો હતો વિચાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 May 2020 10:41 AM (IST)
શમીએ કહ્યું, 2015ના વર્લ્ડકપમાં ઈજાગ્રસ્ત થયા બાદ મને વાપસી કરતાં 18 મહિના લાગ્યા હતા અને તે મારા જીવનનો સૌથી મુશ્કેલ સમય હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -