ટીમ ઈન્ડિયાના ક્યા ગુજરાતી ખેલાડીનો સામે આવ્યો નવો લુક, જુઓ આ રહી તસવીર
આ ટ્રોલમાં એક ફેને લખ્યું છે કે, ‘ ઈસકો કોઈ રેપર બના દો, ઈસકા મન નઈ લગતા ક્રિકેટ મેં, રેપર જેસે બુલિયા બના કે શો ઓફ કરતા રેહતા હૈ. હંમેશાં’ ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં હાર્દિક પંડ્યાએ ચાર દાવમાં 4, 18, 52 અને 11 રન કર્યા હતા.
આ ઉપરાંત એક ફેન દ્વારા મોડલિંગ છોડીને ક્રિકેટ પર ધ્યાન આપવાની વાત કરવામાં આવી છે તો બીજા એક ફેને ‘આપ બસ મોડલિંગ કરો ક્રિકેટ ઈઝ નોટ યોર બસ કી બાત...’ જેવી કોમેન્ટ પણ કરી છે.
આ વખતે ચાહકોએ ઈંગ્લેન્ડમાં ભારતીય ટીમને મળેલી કારમી હારનો ગુસ્સો જાણે હાર્દિક પર ઊતાર્યો હોય. સોશિયલ મીડિયાના ટ્રોલ પર આ વખતે હાર્દિક માટે ‘પ્લેયર નહીં, જોકર છે’, ‘ મવાલી ટાઈપ લૂક’, ‘બાર ટેન્ડર’ અને ‘તું ગેંગસ્ટર જેવો દેખાય છે.’ જેવા પ્રતિભાવો પોતાના સોશિયલ પેજ પર જોવા મળ્યાં હતા.
વડોદરાઃ ભારતીય ટીમના સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યા પોતાનો લૂક વારંવાર બદલવા માટે જાણીતો છે. તે ઘણીવાર પોતાનો લુક બદલતો જોવા મળે છે. હાર્દિક પંડ્યા ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાં કારમી હાર બાદ ભારત પરત ફરતાં જ ફરી એકવાર નવા લૂકની તસવીર શેર કરતાં ફેન્સ દ્વારા આકરી ટીકાઓ કરવામાં આવી રહી છે.